________________
ક્ષણાતિ અને સંક્લેશના માર્ગ
વિક્રીમંg :- પીઠ પાછળ માંસ ખાવું = જે પરામુખ હોય, ગેરહાજર હોય તેવાની નિંદા કરવી. આ દસમું અસમાધિસ્થાન છે.
આનાથી બચવા એક સંકલ્પ કરીએ કે “જેની નિંદા કરવી જરૂરી જ લાગે તો પણ કમ સે કમ તેની હાજરીમાં જ નિંદા કરીએ.” આપણે જેની નિંદા કરીએ છીએ તેની સાથે વ્યવહારથી સંબંધ બગાડવા નથી માંગતા અથવા તેવી હિંમત નથી. તેથી પીઠ પાછળ નિંદા કરીએ છીએ. જો તેની હાજરીમાં જ નિંદા કરીએ તો મૃષાવાદ-મીઠું-મરચું ન આવે. ડગલે ને પગલે જે નિંદા થતી હોય તે બંધ થઈ જાય.
સામેની વ્યક્તિની ગેરહાજરીમાં થતી નિંદામાં ૧૦ ના બદલે ૧૫ જૂના પ્રસંગો ખુલે અને હાજરીમાં નિંદા કરવામાં ૧૦ ના બદલે ૨ જ પ્રસંગો ખૂલે. ગેરહાજરીમાં થતી નિંદામાં પ્રાય: અસત્ય ઘણું આવે. અસત્યનું અને નિંદાનું પ્રમાણ વધે એટલે બીજા પર દુર્ભાવ વધે. તેના બદલે જેની ભૂલ થાય તેને જ કહેવામાં આવે તો વાત ત્યાં જ પૂરી થઈ જાય. આ નિંદા ન કહેવાય પણ સૂચના કે ટકોર કહેવાય. આ અનેક જગ્યાએ થઈ ન શકે. જ્યારે બીજા પાસે નિંદા કરવામાં (૧) ૨, ૩, ૫ જગ્યાએ કહેવાનું મન થાય. (૨) બે-પાંચ વરસ પછી પણ તેની તે જ વાત repeat થાય. (૩) નિંદા એક જાતની ખણજ છે. જેટલું ખણો એટલું ઓછું લાગે.
બીજાની ભૂલ વખતે આપણા મનમાં સાત વિકલ્પ ઊભા થઈ શકે છે. (૧) મગજમાં નોંધ ન રાખીએ. (૨) કદાચ નોંધ હોય તો પણ પાણીમાં લખેલ અક્ષર જેવી રાખીએ.
પ્રસંગ પતે કે તરત જ ભૂંસાઈ જાય. १. पिट्ठिमंसिएत्ति परंमुहस्स अवण्णं भणइ । - आवश्यकनियुक्ति-हारिभद्रीयवृत्ति ।
४४८