________________
સાતમા અસમાધિસ્થાનની ભયાનકતા
સમાધિ તો સંયમનો પ્રાણ છે. માટે તે ન તૂટે તેની જાગૃતિ ડગલે ને પગલે રાખવી. આજે સાતમું અસમાધિસ્થાન વિચારીએ. ભૂગોવધારૂ = જીવોનો ઉપઘાત કરવો.
એકેન્દ્રિય વગેરે જીવોની વિરાધનાથી અસમાધિ ઉત્પન્ન થાય. બીજાને અશાતા આપીએ તો આપણને અશાતા અને અસમાધિ થાય. અનાદેય-અપયશ-અસમાધિ-અશાતા પ્રાયઃ એકબીજા સાથે સંકળાયેલ હોય છે. માટે તે બધા પ્રાયઃ સાથે જ ઉદયમાં આવે. ઓઘનિર્યુક્તિમાં જણાવ્યું છે કે ડાફોળીયા મારતા ચાલીએ અને કદાચ કીડી ન મરે તો પણ કીડી માર્યાનું પાપ લાગે. ઉપયોગ પૂર્વક ચાલીએ અને તે છતાં જીવ મરે તો તે જીવને માર્યાનું પાપ ન લાગે. કારણ કે આપણો પરિણામ બચાવવાનો છે, જીવદયાનો છે
उच्चालियम्मि पाए ईरियासमियस्स संकमट्ठाए ।
वावज्जेज्ज कुलिंगी मरिज्ज वा तं जोगमासज्ज ।।
न य तस्स तन्निमित्तो बंधो सुहुमो वि देसिओ समए । अणवज्जो उ पओगेण सव्वभावेण सो जम्हा ।। (गा. ४८-४९) તેથી ઊલટું જો જીવને મારવાનો પરિણામ ન હોવા છતાં નિરપેક્ષપણે ચાલવાથી જીવને બચાવવાના પરિણામરૂપ જાગૃતિ ન હોય અને કીડી વગેરે ન મરે છતાં પણ પ્રમાદથી ચાલનારને જીવહિંસાનું પાપ ચોંટે જ છે.
શાસ્ત્રમાં હિંસા ત્રણ પ્રકારે બતાવી છે. (૧) હેતુથી (૨) સ્વરૂપથી (૩) અનુબંધથી. હેતુહિંસા એટલે તે પ્રવૃત્તિ કે જે પ્રવૃત્તિ હિંસાનું કારણ બને તેવી યોગ્યતા ધરાવે. જીવો મરે કે ન મરે તે અહીં ગૌણ છે. પારિધ જાળ નાખે અને એક પણ કબૂતર ફસાય નહિ તો પણ
१. भूयाणि एगिंदिया ते अणट्ठाए उवहणइ उवहणंतो असमाहीए जोएइ ।
૪૩૧