________________
કોઈની સાથે પ્રતિકૂળ વહેવાર ન કરવો તે જઘન્ય ભૂમિકા.
આવવા-જવાના રસ્તે માત્રુ પરઠવીએ તો ચાલનારની આશાતનાનું પાપ લાગે. ઉપાશ્રયની બાજુમાં દેરાસર હોય, અને આપણે તે તરફના રસ્તામાં પરઠવીએ કે જેના પર પગ મૂકી શ્રાવકો દેરાસરમાં જાય તો તેમાં ભગવાનની આશાતનાનું પાપ આપણને અને શ્રાવકો બન્નેને લાગે. તથા આપણને શ્રાવક-શ્રાવિકાની પણ આશાતનાનું પાપ લાગે. તથા તેના ઉપરથી સાધુ-સાધ્વીજી અવર-જવર કરે તો આપણને સાધુ-સાધ્વીની પણ આશાતનાનું પાપ લાગે.
જવા-આવવાના રસ્તે પાટ-પાટલા વગેરે ચીજ-વસ્તુ મૂકી રાખીએ તો બીજાને ચાલવામાં તકલીફ પડે. આપણી વસ્તુઓ છૂટી છવાઈ રાખીએ તો બાજુમાં પણ કોઈ બેસે નહિ- બેસી શકે નહિ. આમ વગર બોલ્ટે આપણે સામેના સાધુની ઉપેક્ષા કરીએ છીએ. આવું વલણ આપણી જ અસમાધિનું કારણ બને છે. આ વલણ છોડીએ તો નાનામોટા કોઈને પીડા ન થાય અને સ્થવિર વગેરેને ઉપઘાત કરવા સ્વરૂપ છઠ્ઠા અસમાધિસ્થાનમાંથી બચી શકાય.
-૪૩૦
૪૩૦