________________
છે' વગેરે રૂપે જ્ઞાની સાધુની નિંદા ન જ કરવી. અને તે રીતે વૈયાવચ્ચીની પણ નિંદા છોડી દઈએ, ન કરીએ.
ફુલોરીંગ મજબૂત હોય અને કદાચ દીવાલ ન હોય તો પણ રાત્રે સૂઈ શકાય. માટે મારે નિંદા તો નથી જ કરવી. આટલો સંકલ્પ જો મજબૂત હોય તો પણ છલાંગ લગાવી શકાય.
જેમ વડીલની આશાતના ન કરાય તેમ નાના સાધુની પણ નિંદાઆશાતના ન કરવી “પહેલો મોક્ષ કોનો થશે, તે મને ક્યાં ખબર છે?” જેમ અવર્ણવાદ ન કરીએ તે અગત્યનું છે, તેમ આપણું જીવન આજુબાજુ વાળાને પ્રતિકૂળ ન પડે તે પણ અગત્યનું છે. શિયાળામાં રાત્રે માત્રુ પરઠવવા જતાં દરવાજો બંધ કરીને જવું જોઈએ. જેથી મકાનમાં બીજાને ઠંડી ન લાગે. આ રીતે સતત પ્રત્યેક પ્રવૃત્તિમાં આંતરિક જાગૃતિ રાખવાની હોય.
આશાતના-નિંદાદિ છોડી બીજાને સહાય કરવી જોઈએ. ગોચરી ખૂટે તો લાવી આપીએ, બીજાને ભણવામાં મદદ કરીએ, રસ્તો દેખાડવા વિહારમાં નાના સાધુની સાથે રહીએ, અવસરે મોટાઈ મૂકી બીજાનું કરી છૂટીએ, બીજાને સહાયક થઈએ તો તે ઉત્તમ ભૂમિકા.
બીજા સાથે અનુકૂળ વહેવાર તે મધ્યમ ભૂમિકા. “મારૂં લેવા જાઉં છું તો બીજાને પૂછતો જાઉં. મારું કાપનું પાણી પરઠવતા તેનું પણ કાપનું પાણી લેતો જાઉં. વિહારમાં હું પહેલો-વહેલો પહોંચી ગયો છું તો દોરી બાંધી દઉં. બીજાને કામ લાગશે.” આમ કરીએ તો પરોપકારનો ગુણ પ્રગટે. બાકી પોતાના કપડા સૂકાઈ જાય અને દોરી છોડી નાખે તે તો નરી સ્વાર્થવૃત્તિ જ કહેવાય. બીજા આપણને સહાય કરે એવી ઝંખના આપણને થાય છે. પણ આપણે બીજાને સહાય નથી કરતા કે સહાય કરવાના ભાવ ઉભા નથી થતા તો સમજવું કે માત્ર વેશપરિવર્તન થયેલ છે, હૃદયપરિવર્તન નહિ. પર્યાય વધે તેની સાથે અધિકારની વૃત્તિ આવે તો સમજવું કે અંદરમાં તાત્ત્વિક સંયમના પરિણામ જાગૃત થયા નથી.
૪૨૯