________________
તરસ્યો માણસ ગંગા પાસે જાય પછી ગંગાનું ઠંડુ પાણી પીવાનું કામ કરે, કાદવ તપાસવાનું કામ તે ન કરે. કારણ કે દરેક નદી ઊંડે-ઊંડે થોડો-ઘણો કાદવ તો સંઘરીને જ બેઠી છે. પણ નદીનો કાદવ નદીને મુબારક. તે રીતે પ્રત્યેક સંયમીમાં ગુણો જોઈને મોક્ષમાર્ગે આગળ વધવાનું. તેની નિંદા કરવાથી કે આક્ષેપબાજીનો કાદવ ઉછાળવાથી આપણી તો સંસારવૃદ્ધિ જ છે. કારણ કે સંયમીની નિંદાથી તેને અસમાધિ અને આપણને ભગવાનની પ્રાપ્તિના અને જિનશાસનની પ્રાપ્તિના અંતરાય બંધાય. આમ નિંદાથી સ્વ-પર ઉભયને અસમાધિ થાય.
મકાન એટલે શું? આના જવાબમાં એમ કહી શકાય કે જ્યાં ફલોરીંગ, દીવાલ, અને છાપરું હોય તે મકાન. કારણ કે ફલોરીંગના બદલે કાદવવાળી જમીન હોય અથવા અડધા મકાનમાં છાપરૂં ન હોય અને દીવાલ ના હોય આવું કાંઈ પણ થાય તો તે સ્થાનમાં રહી ન શકાય. તેને મકાન કહી ન શકાય. તે જ રીતે સંયમજીવનરૂપી મકાનમાં ત્રણ વસ્તુ જરૂરી છે. છાપરાના સ્થાને ગુરુની નિશ્રા, ગુરુ પ્રત્યે સમર્પણભાવ, તેમની બિનશરતી શરણાગતિ, કૃતજ્ઞતા અને સભાવ. દીવાલના સ્થાને આચારચુસ્તતા અને આચારસંહિતા સમજી લેવી. જેનું જીવન જાહેરમાં જુદું અને એકાન્તમાં જુદું હોય, જેનું બોલવાનું જુદું હોય અને મનમાં પાછું કાંઈક જુદું હોય, દંભના લીધે દિવસ અને રાતની પ્રવૃત્તિ પણ અલગ પડતી હોય (પ્રતિક્રમણ સવારે બેઠા બેઠા અને સાંજે ઉભા ઉભા) તો સમજવું પડે કે તેવી વ્યક્તિના આચારમાં ઘાલમેલ રહેલી છે. આપણું ફલોરીંગ = નિંદાત્યાગ પણ મજબૂત રાખીએ. ચૌદસના આયંબિલ ન થાય તો પણ તપસ્વીની તો ભક્તિ જ કરવી છે. તેની નિંદા તો નથી જ કરવી. જેમ કે “આ તપસ્વી કહેવાતા હશે ! ત્રણને ચાર વાર ગોચરી મંગાવે છે.” જ્ઞાન ન ભણું તો પણ જ્ઞાનીની તો ભક્તિ જ કરવી છે. નિંદા નથી જ કરવી. જેમ કે “પંડિત તો છે, પણ માયાવી છે, આચારમાં શિથિલ
૪૨૮