________________
અને આપણા માટે અભિશાપરૂપ બને તો તે આધ્યાત્મિક જગતની કરુણ દુર્ઘટના છે. દેવ-ગુરુની કૃપાથી માષતુષ મુનિ માટે વિસ્મરણ પણ આશીર્વાદરૂપ બન્યું. પરંતુ આપણા વિસ્મરણના વિષયો કયા?સંસ્કૃતના નિયમો યાદ નથી.
ધાતુ + શબ્દના રૂપો વીસરાઈ ગયા. જૂના આગમિક પદાર્થો ભૂલાઈ ગયા.
ગોખેલી ગાથાઓ ઉપસ્થિત નથી. આપણા સ્મરણના વિષયો કયા ?
આપણું થયેલું અપમાન. કોઈકે આપેલા તીખા ઠપકા. કોઈના મોંમાંથી નીકળેલ કડવા શબ્દ.
આપણો થયેલો વિશ્વાસઘાત. જ્યાં સુધી આવું હોય ત્યાં સુધી કૃતજ્ઞતા ન આવે, નમ્રતા ન આવે, યાદશક્તિ અભિશાપરૂપ બને, સંકલેશ વધે, જાહેરમાં કોઈનું અપમાન કરતા ખચકાટ ન થાય. આ બધાથી બચવા માટે (૧) પરદોષદર્શન, (૨) બીજાના દોષ યાદ રાખવા અને (૩) દોષ બોલવા- આ ત્રણેય બંધ કરી દઈએ. બીજાના દોષના દર્શન-સ્મરણભાષણ ન જ ચાલે. મૂર્ત નતિ અતઃ શાહી ? પછી સંયમીની નિંદાઆશાતના આપમેળે બંધ થઈ જશે. આંખથી જોયેલ અને કાનથી સાંભળેલ પણ નબળું બીજા પાસે ક્યારેય બોલવું નહિ.
મુંબઈમાં ફોર્ટ, ભાયખલા વગેરે વિસ્તારમાં મચ્છરનો ખાસ ત્રાસ નથી. કારણ કે ત્યાં ગટરો અન્ડર ગ્રાઉન્ડ છે. અને વિરાર બાજુ મચ્છર, ડાંસ વગેરેનો ત્રાસ બેસુમાર છે. કારણ કે ત્યાં ગટરો ખુલ્લી છે. ગટર ઢાંકેલ હોય તો નગરનું સ્વાસ્થ સલામત. તેમ આપણે કોઈના દોષો ખોલીએ નહિ/જાહેર કરીએ નહિ તો સમુદાયનું અને આધ્યાત્મિક જગતના લોકોનું સ્વાથ્ય સલામત. બીજાના દોષના ઢાંકણા ખોલો એટલે સૌપ્રથમ આપણે ૧૦૦% જોખમમાં.
- - ૪૨૭