________________
ભૂતકાળમાં જે ભૂલ કરી હતી એવી ભૂલ નથી કરવી. (૨) વર્તમાનમાં સંયમને ક્રોધ દ્વારા બાળીને નિષ્ફળ નથી કરવું. (૩) આવતા ભવમાં સંયમ મેળવવાના નવા અંતરાયો નથી બાંધવા. આ રીતે ત્રણ કાળને નજર સમક્ષ રાખી આટલું થાય તો વિરાધક ભાવનું જોર તૂટે.
નિંદા કરતી વખતે (૧) “આ દોષ મારામાં દસ ગણો-સો ગણોહજાર ગણો થઈને આવશે. (૨) મેં ભૂતકાળમાં આવી ભૂલ નથી કરી ને? (૩) ભેંસના શીંગડા ભેંસને ભારે, સામેની વ્યક્તિના દોષો તેને ભારે. (૪) દરેક છદ્મસ્થ વ્યક્તિમાં ઓછાવત્તા અંશે દોષો હોય જ છે. મારામાં પણ દોષો ક્યાં નથી ? (૫) નિંદા દ્વારા જીભનું કેન્સર કે પેરેલિસીસની આમંત્રણ પત્રિકા લખવાની ભૂલ મારે નથી કરવી એમ વિચારે તો નિંદા બંધ થાય અને અસમાધિથી બચાય. દોષો જ જોવાથી, તેની ટીકા કરવાથી તો સ્વ-પરને અસમાધિ જ વધે.
(ક) જ્ઞાનાદિશક્તિ - વિશિષ્ટ જ્ઞાનના કારણે બીજાનો પરાભવ કરીએ- તેવું ન બનવું જોઈએ. આપણને શક્તિનું અજીર્ણ થવું ન જોઈએ. રાત્રે ૧૧ વાગ્યા સુધી કરાતા સ્વાધ્યાયનું અજીર્ણ રાતે વહેલા સૂઈ જનારા બીજાના પરાભવમાં નિમિત્તરૂપ બને તે કેમ ચાલે ? વિશિષ્ટ શાસ્ત્રાભ્યાસ ન કરી શકનારા વડીલ સાધુ-સાધ્વીનો પરાભવ કરનારો નાનો સાધુ વધુ ભણેલ હોય તો પણ પોથી પંડિત છે, આત્મજ્ઞાની નહિ- આટલું તો નિશ્ચિત સમજવું. | દુષ્ટ અને સંક્લિષ્ટ ચિત્ત હોય તે જ બીજાની નિંદા કરી શકે. જેનું મન સ્વસ્થ હોય તે બીજાનું નબળું (૧) દેખી ન શકે (૨) અંદરમાં સંઘરી ન શકે. (૩) યાદ હોય તો પણ તેને જાહેરમાં બોલી ન શકે.
આપણને શાસ્ત્રો યાદ રહેતા નથી અને બીજાના દોષો ભૂલાતા નથી. શાસ્ત્ર માટે આપણી બુદ્ધિ Magic slate જેવી છે. અને દોષોની બાબતમાં તો Oil paint અને શિલાલેખના અક્ષર જેવી અસર આપણી બુદ્ધિ પર થાય છે. યાદશક્તિ સ્થૂલભદ્રજી માટે આશીર્વાદરૂપ બની
--૪૨૬