________________
પ્રાચર્ય અને વિરાધકભાવોનું આકર્ષણ જીવના મોક્ષને અટકાવે છે. માટે “મારે વ્યર્થ બિનજરૂરી વિરાધનાઓને તો તરત છોડવી જ છે. શરીરની નબળાઈથી થતા દોષસેવનમાં પણ આજથી જ વિરાધકભાવનું જોર તોડવું છે, વિરાધકભાવ ઘટાડવા છે.” આવી મથામણ થાય તો સંયમ સફળ થાય.
પૂજ્ય જયઘોષસૂરીશ્વરજી મહારાજા પણ કહે છે કે વર્તમાનમાં આપણું જીવન સદોષ છે. કારણ કે આપણે પૂર્વભવમાં વિરાધના કરીને આલોચના કર્યા વિના અહીં આવ્યા છીએ. આપણું ચારિત્ર વિરાધકભાવનું છે. વર્તમાનમાં પણ આપણે દોષિત પાણી, પ્રાય: આધાકર્મી ઉપાશ્રય, દોષિત ઉપકરણો, કામળીકાળમાં વિહાર... વગેરે અનેક દોષો વચ્ચે રહેલા છીએ. નવા-નવા દોષોનું સેવન કરે જ રાખીએ તો આપણને મોક્ષ ક્યારે મળશે? વિરાધકભાવનું આકર્ષણ તોડીએ અને વિરાધના ઘટાડીએ તો જ મોક્ષ થાય. તે માટે - “મારે તો ભગવાનનો તાત્ત્વિક માર્ગ જાણવો છે, સમજવો છે, ચાહવો છે, જીવનમાં પ્રામાણિકપણે ઉતારવો છે.” આવો ઉત્સાહ ઉભો કરવો પડે. | નવો ગ્રંથ ભણવાનો ચાલુ કરીએ ત્યારે ઉત્સાહ હોય અને ૧૫ દિવસ પછી તે ઉત્સાહમાં ઓટ આવવા માંડે. ૫૦ મી ઓળીના ૨૦ આયંબિલ થાય પછી અરુચિ થવા માંડે તો સમજવું કે પ્રાયઃ જૂના વિરાધકભાવો દઢ છે. ઑક્સિજનના બાટલાથી આપણી આરાધના ચાલે છે. સ્વયં ઉત્સાહથી ચાલતી નથી. આપણા જૂના વિરાધકભાવ આપણને સતત નડે છે. આવા વિરાધકભાવથી છૂટવા આપણે ઉપાયો અજમાવવા જોઈએ. જેમ કે (૧) “મારે વિરાધક-ભાવમાં જોડાવું નથી” આવો સંકલ્પ કરીને તેમાંથી છૂટવા પ્રયત્ન કરવો. (૨) જેમણે મહદંશે વિરાધભાવોને તોડેલા છે તેવા ગુણવાનોની ભક્તિ કરવી. (૩) દોષનો શિકાર બની જઈએ તો પાછા વળવાનો સક્રિય પુરુષાર્થ કરવો. (૪) આલોચના, પ્રાયશ્ચિત્તવહન આદિ દ્વારા શુદ્ધિ કરવી.
સાધુ વગેરે ઉપર ક્રોધ આવે ત્યારે જાગૃતિ રાખીએ કે (૧)
(૪૨૫