________________
(બ) શીલદોષ :- બીજાને ચારિત્રની શિથિલતા યાદ કરાવીએ તો તેનાથી પણ સ્વ-પરને અસમાધિ થાય. સામેવાળી વ્યક્તિમાં દોષો હોય અને તે તેની આલોચના તથા પસ્તાવો કરી લે તો તે મુક્ત થઈ જાય. અને આપણે તેનામાં રહેલા દોષો જોઈને, તેના પ્રત્યે દ્વેષ કરીને મજબૂત રીતે દસગણા દોષોને આપણામાં વળગવા આમંત્રણ આપીએ- એવું પણ બની જાય. ઉપદેશમાલામાં પૂજ્ય ધર્મદાસગણી જણાવે છે કે એકવાર પણ સામાન્ય ભાવથી બીજાની નિંદા કરીએ, આળ ચઢાવીએ તો પણ તે દોષ દસગણો બળવાન થઈ આપણને વળગે. સંકલેશ સાથે કરેલી નિંદા વગેરેથી તે દોષ અનંતગણો બળવાન થઈને પણ આપણામાં આવે. હિંસા વગેરે માટે પણ આ વાત સમજી લેવી. આ રહ્યા ઉપદેશમાલાના શબ્દો
वह-मारण-अब्भक्खाण-दाण-परधनविलोवणाईणं । सव्वजहन्नो उदओ दसगुणिओ इक्कसि कयाणं ।। तिव्वयरे उ पओसे सयगुणिओ सयसहस्सकोडिगुणो । ઢોડાઢોડિજીપો વા કુંક્ત વિચારો વદુતરો વા || (TI.9૭૭-9૭૮)
સમજી રાખવું કે નિંદા તે-તે દોષની આમંત્રણ પત્રિકા છે. તેમાં પણ આપણે કરેલી નિંદાનો વિષય કોણ ? આપણી આજુ-બાજુમાં રહેલા સાધુ-સાધ્વી કે બીજું કોઈ ? “નમો તો સવ્વસાહૂ” બોલવા દ્વારા ગૌતમસ્વામી ગણધર વગેરે જેને નમસ્કાર કરે છે તેની નિંદા ! “નમો નિત્ય” બોલવા દ્વારા તીર્થકરો જે તીર્થને સંઘને નમસ્કાર કરે છે તેમાં રહેલા એવા સાધુ-સાધ્વીની નિંદાથી ભવાંતરમાં ન દેવાધિદેવ મળે, ન ગુરુ મળે, ન શાસન મળે. ઊલટું અનંત કાળ એકેન્દ્રિય દશાની સજા મળે. એવોર્ડ મળે તો તેને પાછો ઠેલી શકાય. સજાને તો સ્વીકારવી જ પડે ને !
આ જીવ અનંત કાળમાં મોક્ષે કેમ નથી ગયો ? આ પ્રશ્નના જવાબમાં આવશ્યક નિર્યુક્તિ ગ્રંથમાં પૂજ્ય હરિભદ્રસૂરિ મહારાજા જણાવે છે કે જીવે કરેલી આરાધનાની કચાશ નહિ પણ વિરાધનાનું
૪૨૪