________________
અતિશય અને નકામું બોલવાની આદત વચનલબ્ધિના અજીર્ણને સૂચવે છે. તેનાથી જીભ મેળવવાના અંતરાય બંધાય. તેનાથી એકેન્દ્રિય ગતિ મળે કે પંચેન્દ્રિયમાં પણ તોતડા-બોબડાપણું મળે. ભવિષ્યનું આ પરિણામ દેખાય તો વાણીથી કોઈનો પરાભવ કરવાનું મન ન થાય.
છä અસમાધિસ્થાન છે - થેર ઉવધા
સ્થવિરમાં આચાર્ય, ગુરુ ભગવંત કે વડીલ સાધુનો સમાવેશ થાય. તેવા સ્થવિરમાં આચારદોષ દેખાડીને, શીલદોષ દેખાડીને કે જ્ઞાનાદિને આશ્રયીને જે અવહેલના કરાય તે પણ અસમાધિનું સ્થાન છે.
(અ) આચારદોષ :- ચૌદસના દિવસે નવકારશી કરનાર સ્થવિરને કહેવું કે “તમે ખાઉધરા છો” આ સ્વ-પર ઉભયને અસમાધિનું કારણ બને છે.
એક મહાત્મા સતત આયંબિલની ઓળીઓ કરતા હતા. તે તપસ્વી મહાત્મા એક દિવસ ચૌદસના નવકારશી કરનાર બીજા મહાત્માને કહી બેઠા “તપ કરો, તપ. બાકી ભૂંડ થશો.” આવા પરાભવના શબ્દો બોલવાના કારણે તપસ્વી મહાત્માને એવા અંતરાય બંધાયા કે બે વર્ષ બાદ તેઓના આયંબિલ તો છૂટ્યા, એકાસણા પણ છૂટ્યા, ચૌદસના પણ નવકારશી કરવી પડે અને નબળી હોજરીના કારણે રોજ પ્રાયઃ દોષિત ગોચરી વાપરવી પડે. નજરે જોયેલી આ સત્ય હકીક્ત છે. જ્યાં
જ્યાં ગુમાન અને બીજાનો પરાભવ આવે ત્યાં સમજી રાખવું કે પછડાટ નિશ્ચિત છે. માટે ગુમાનથી બચવા વિચારવું કે “હું તપ નથી કરતો પણ દેવ-ગુરૂની કૃપા મને તપ કરાવે છે.' હૈયું આ વાત ન સ્વીકારે અને આપણી આવડત-મનોબળ-શારીરિક બળની મહત્તા હોય તો બીજાનો પરાભવ કરવાની ભૂલ થાય. “દેવ-ગુરુકૃપાથી હું ઉજળો છું. તેમના પ્રભાવે હું આગળ વધું છું.” આ ભાવ હૈયામાં આવે તો પરાભવ કરવાની ભૂલ ન થાય અને કૃતજ્ઞતા-નમ્રતા વગેરે ગુણો આવે. १. थेरोवघाई थेरा-आयरिया गुरवो ते आयारदोसेण सीलदोसेण य णाणाईहिं उवहणति, उवहणतो दुट्ठचित्तत्तणओ अप्पाणमण्णे य असमाहीए जोएइ ।
૪૨૩