________________
છે. નવતત્ત્વ પ્રકરણ વગેરેમાં આવતી ગાથા સાફ-gિ- ... (ગા.૪૫) પણ આડકતરી રીતે આ જ વાત સૂચવે છે ને ! મનુષ્યગતિ, પંચેન્દ્રિય જાતિ, ત્રસકાય, ૧ લું સંઘયણ વગેરે પણ એક જાતની પુણ્યશક્તિલિબ્ધિઓ જ છે અને મોક્ષ માટે તે પણ આવશ્યક છે. કમ્મપયડીમાં બતાવેલ ઉપશમશ્રેણિ અને ક્ષપકશ્રેણિ પણ એક પ્રકારની શક્તિલિબ્ધિ જ છે ને !
શક્તિ પણ જરૂરી છે અને શક્તિને પચાવવી પણ જરૂરી છે. ભણીને અભિમાન થાય એના કરતાં ન ભણવું સારૂં –એ પણ ખોટું છે. અને ભણીને બીજાનો પરાભવ કરે તે પણ ખોટું છે. જે યોગ આરાધે તેમાં ચઢીયાતા આદર્શ નજર સામે હોય તો અભિમાન ન આવે. સ્થૂલિભદ્ર સ્વામીજી રોજ સાત સાત વાચના લેતા અને યાદ રાખતા. એમની સામે મારો સ્વાધ્યાય કેટલો? મારો તપ ધન્ના અણગારના તપની સામે કંઈ જ નથી. આવશ્યકસૂત્રવૃત્તિમાં શ્રી હરિભદ્રસૂરિજી તથા શ્રી મલયગિરિસૂરિ મહારાજે “પંદરીયાથvi દિયું યંત્ર સા ' (હારિ.૨૮૮, મલ.પૃ.૩૮૬ ગા.૭૬૪) આ પ્રમાણે વજસ્વામીના પ્રસંગમાં જણાવેલ છે. ઉપદેશપદવૃત્તિમાં પણ વજસ્વામીના ચરિત્રમાં જણાવેલ છે કે “નાથધમ્મદનું સિä પંથથરિમાનં સવારે ય સુદ્ધ સમ્પત્તમદ સો |’ (ઉપદ.ગા.૧૪ર વૃત્તિ ગાથા-૧૧૫ પૃ.૧૨૦) અર્થાત્ વજસ્વામી પૂર્વના દેવભવમાં ૫૦૦ ગ્રંથપ્રમાણ પુંડરિક-કંડરિક અધ્યયનનું ગૌતમસ્વામી પાસે શ્રવણ કરીને એવું અવધારણ કર્યું કે શુદ્ધ સમ્યકત્વ પ્રાપ્ત થયું. આપણે લોગસ સૂત્રનું પણ આ રીતે અવધારણ કર્યું નથી. આ હકીકતને સતત નજર સમક્ષ રાખીએ તો સ્વાધ્યાય, તપ વગેરે યોગનું અજીર્ણ ન થાય.
મળેલા સ્વાધ્યાયાદિ યોગનું અજીર્ણ ન થાય તો તેના કરતા ઊંચા યોગની યોગ્યતા ખીલતી જાય. અને તેનું અજીર્ણ થાય તો મળ્યું હોય તે પણ છૂટતું જાય – દૂર થતું જાય અને પાછું મેળવવા માટે પોતે અયોગ્ય બને.
—-૪૨૨
૪૨૨