________________
(૩) જો મળેલી શક્તિનો દુરુપયોગ કરીએ તો તે પાછી ભવિષ્યમાં મળવાની નથી. શક્તિનો મદ, શક્તિનું વધુ પડતું મમત્વ, તેનાથી પોતાની જાતને મહત્ત્વ આપી દેવું.... આ શક્તિના દુરુપયોગનું સૂચક છે. રિચિએ કરેલો કુળમદ તેને નીચ ગોત્ર બંધાવનાર બન્યો. જે શક્તિ પચાવીએ તે મોક્ષમાર્ગે આગળ વધારે અને જે શક્તિ ન પચે તે આપણને પણ ખતમ કરવાનું કામ કરે. ગુંદરપાક પચે તો તાકાત વધારે અને ન પચે તો નબળાઈ વધારે, આંતરડાને વહેલા ખલાસ કરે. માટે ગુંદરપાક ખાવો તે મહત્ત્વનું નથી, પણ ખાધેલો પચે છે કે નહિ ? તે મહત્ત્વનું છે.
માષતુ મુનિએ ‘મા રુમ મા તુષ’ આટલું પણ પચાવ્યું તો કેવળજ્ઞાન મેળવી શક્યા અને દશપૂર્વધર બનેલા સ્થૂલભદ્રજીએ એક વાર સિંહનું રૂપ કરીને સંપૂર્ણ ૧૪ પૂર્વ ભણવાની લાયકાત ગુમાવી. માટે જે શક્તિનું અજીર્ણ થાય તે શક્તિ આપણને પણ પછાડે. યોગ્યતા વિના મળેલી શક્તિ પ્રાયઃ પછાડે. તેથી શક્તિ મળે તે મહત્ત્વનું નથી, પણ શક્તિને પચાવવાની લાયકાત મળે તે મહત્ત્વનું છે. ગુંદરપાક ન પચે અને વાપરેલી રોટલી પચે તો રોટલી વાપરવી વધુ સારી. પચેલી રોટલી પણ લોહી કરે.
ગુરુનો કે વડીલનો અપલાપ કરીએ તેના મૂળમાં શક્તિનું અભિમાન છે. તે રીતે ગોચરીમાં ઉત્તમ દ્રવ્ય લાવીએ તેનું અભિમાન કરીએ અને સામેવાળાને હલકા પાડીએ તો ગોચરી મેળવવાના અંતરાય બંધાય, બીજી વાર ઉત્તમ દ્રવ્ય મેળવવાની યોગ્યતા ખતમ થાય. માટે બીજા કરતાં વધુ સારી રીતે ગોચરી લાવવાનું કે ઉત્તમ દ્રવ્ય મેળવવાની લબ્ધિનું મહત્ત્વ આપણા મનમાં સ્થાપિત ન કરવું. તથા ગોચરીની લબ્ધિ જેની પાસે ન હોય તેનો કદાપિ તિરસ્કાર ન કરવો. ગોચરીની જેમ ગોચરી લાવવાની લબ્ધિને પણ આ રીતે પચાવતા આવડવું જોઈએ.
‘મળેલ શક્તિનું મહત્ત્વ રાખવાનું નથી.' તે જેમ સત્ય હકીકત છે તે રીતે ‘શક્તિ વિના મોક્ષ શક્ય નથી' આ પણ સત્ય હકીકત
|૪૨૧