________________
ન થાય, પગ ઉપર લાગેલી માટી બીજી માટીનું સ્વકાયશસ્ત્ર ન બને. ઘણી વાર શોર્ટકટ કાઢતા આવું બનતું હોય છે. - પૃથ્વીથી પૃથ્વીની વિરાધના તે સ્વકાય શસ્ત્રથી વિરાધના અને પૃથ્વીની પાણીથી વિરાધના તે પરકાય શસ્ત્રથી પૃથ્વીકાયની વિરાધના. અશુચિમય અંડિલ ભૂમિથી આવીને પગને પૂજ્યા વિના પાણીથી ધોવામાં માટીના જીવોની પાણી દ્વારા વિરાધના થાય. આ પરકાય વિરાધનામાં પણ જાગૃત થવા જેવું છે.
પ્રશ્ન :- વર્તમાનમાં તો ડામરના પાકા રોડ બની ગયા છે. તેથી એક ગામથી બીજે ગામ જવામાં માટી બદલાય અને તેથી પગ પૂંજવાનું જણાવેલું પ્રયોજન રોડ ઉપરના વિહારમાં હાલમાં પ્રાયઃ રહેતું નથી. તો પગ પૂંજવા કે નહિ ?
જવાબ :- તેમાં જીવની અજયણા કદાચ ન થતી હોય તો પણ પગ પુંજીએ તો આપણા મનમાં જીવદયાના પરિણામ ટકી રહે. જો પગ પૂજવાની ટેવ પાડેલી હોય તો જીવદયાના પાડેલા સંસ્કારોના લીધે કોઈ આવી પડેલા પ્રસંગે અજાણતા પણ વિરાધના ન થાય. માટે પગ પૂંજવાનું ચાલુ રાખવું. વિરાધના ઉપરાંત ભગવાનની આજ્ઞાને પાળવાનો પરિણામ ઘસાઈ ન જાય તે વધારે મહત્ત્વનું છે. ભગવાનની આજ્ઞા છે કે ગામનો રસ્તો બદલાય એટલે નવા રસ્તે જતાં પગ પૂજવાના. તે જ રીતે રાત્રે વિહાર કરતા અંધારામાં પહોંચીએ અને સૂર્યાસ્ત ઉપર એક કલાક થઈ જાય તો પછી વસતિ જોવી કે ન જોવી ? તે પ્રશ્નનો જવાબ એ છે કે આપણા કોમળ પરિણામ અને જીવદયાના સંસ્કારોને ટકાવવા માટે કૃત્રિમ ઉજાસવાળી જગ્યાએ પણ વસતિ જોવી.
આરાધના કરતાં પણ આરાધનાના સંસ્કાર વધારે મહત્ત્વના છે. કારણ કે ભવાંતરમાં સૌપ્રથમ સંસ્કાર જ કામ લાગવાના છે. વલ્કલચીરીને પૂજવા-પ્રમાર્જવાના સંસ્કારે જ કેવળજ્ઞાન અપાવ્યું હતું. જેનો જન્મ જંગલમાં થયો, જેનું જીવન પ્રાયઃ જંગલી છે, પુરુષ
૪૮૦