________________
| Uહરણું અક્ષરાદિસ્થાન : શાસ્ત્રહવામાં
ससरक्खपाणिपाओ' સચિત્ત એવી પૃથ્વી વગેરેથી યુક્ત તે સ-સરખ. તેવા હાથપગવાળો = સસર-પાવાગો. અંડિલ = અચિત્ત જમીન અને અસ્થડિલ = સચિત્ત જમીન.
સામાન્યથી સાધુએ વિહાર અચિત્ત જમીન પર જ કરવાનો હોય. પણ કદાચ સંયોગવશ સચિત્ત પૃથ્વી વગેરે વાળા રસ્તે ચાલ્યા બાદ અચિત્ત પૃથ્વીવાળો રસ્તો આવે તો પગ પ્રમાર્જવાની વિધિ છે. નહિ તો પૃથ્વીકાયના જીવને પીડા-અસમાધિ થાય. તે આ રીતે - આચારાંગના ૧ લા અધ્યાયમાં અકાયશસ્ત્રની વાત આવે છે. પૃથ્વીકાયની વિરાધના જે પૃથ્વીકાય કરે તે સ્વકાયશસ્ત્ર બને. એટલે કે ઉપર કહ્યું તેમાં સચિત્ત પૃથ્વી જો અચિત્ત પૃથ્વીની સાથે ભેગી થાય તો અચિત્તપૃથ્વી શસ્ત્રનું કામ કરે અને સચિત્તપૃથ્વીની વિરાધના = અસમાધિ થાય. ખ્યાલ રાખવા જેવું એ છે કે પગ ઉપાડીએ ત્યારે તળિયાની માટી તો સ્વાભાવિક રીતે ખરી પડે છે પણ પગના ઉપરના ભાગની માટી-રજકણ પગ પર જ રહી જાય છે. તેથી પગ પૂંજવાના છે તેમાં પગનો ઉપરનો ભાગ દંડાસણથી પૂજવાનો, જેથી તે સચિત્ત માટીની વિરાધના ન થાય. તે રીતે અચિત્ત જમીન પરથી સચિત્ત જમીન પર ચાલવાના પ્રસંગે પણ પગ પૂંજવા, જેથી સચિત્ત માટીના જીવની વિરાધના ન થાય. તે રીતે વિહાર કરતા કાળી માટીમાંથી પીળી માટીના ખેતરમાં સાધુ જાય તો પણ પગ પૂંજે. જેથી વિરાધના १५. ससरक्खपाणिपाओ भवइ ससरक्खपाणिपाए सह सरक्खेण ससरक्खे अथंडिल्ला थंडिलं संकमंतो न पमज्जइ थंडिल्लाओवि अथंडिल्लं कण्हभोमाइसु विभासा ससरक्खपाणिपाए ससरक्खेहिं हत्थेहिं भिक्खं गेण्हइ अहवा अणंतरहियाए पुढवीए निसीयणाइ करेंतो ससरक्खपाणिपाओ भवति । - आवश्यकनियुक्ति-हारिभद्रीयवृत्ति ।
H૪૭૯E