________________
સ્ત્રીનો ભેદ પણ જેને ખબર નથી, સાવ ગમારપણું હોવા છતાં પૂર્વેના કોઈક પડિલેહણ-પ્રમાર્જનની આરાધનાના સંસ્કાર હતા કે જેથી પિતામુનિની પાસે આવે છે અને પોતાના પૂર્વના વનવાસ સમયે જે માટલા વગેરે જોયા હતા તેના પર બાઝેલી ધૂળને દૂર કરવા પૂંજતા પૂંજતા ‘આવું ક્યાંક કરેલું છે.’ એવા વિચાર કરતા કરતા જાતિસ્મરણ જ્ઞાન-સંયમપરિણામ દ્વારા ક્ષપકશ્રેણિ પર ચડી ગયા અને કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું.
અત્યારે તો જ્ઞાનીનો વિરહ છે. આપણે કઈ આરાધના દ્વારા તરવાના ? તે આપણને ખબર નથી. તેથી તમામ આરાધના ઉપયોગ પૂર્વક કરવી પડે. તો તેના સંસ્કાર પડે. અને કયો સંસ્કાર ઉગી નીકળશે? તે ખબર નથી. દાણા વાવતો ખેડૂત તે જ દાણા વાવે કે જે ઉગવાના હોય કે ઘણા બધા વાવે ? ૧૦૦૦ દાણા વાવે ત્યારે ૧૦૦ જેટલા દાણા ઉગે. તે જ રીતે આપણે બધી આરાધનામાં પ્રાણ પૂરીએ, ઉત્સાહ, આદર, વિધિ અને જયણાપૂર્વક તમામ આરાધના કરીએ તો એકાદ યોગના સંસ્કાર ઉગી નીકળે તો પણ આપણું કલ્યાણ થઈ જાય. માટે પગપ્રમાર્જન વગેરેમાં પણ ઉત્સાહ રાખવો. આ રીતે સતત પ્રમાર્જવાની કરેલી પ્રવૃત્તિ સમાધિ આપનારી બને છે. સસરવ્રુત્તિ દત્યદિ - (હાથ સચિત્ત ધૂળ-માટીથી સંસક્ત થાય તેનું પ્રમાર્જન)
પૂર્વના કાળમાં સાધુ નિર્દોષ ગોચરી માટે બાજુના ગામમાં જતા હતા. બે ગામ વચ્ચે ઉડતી ધૂળથી પ્રાયઃ હાથ ખરડાય. તેવા સંયોગોમાં ગોચરી વહોરતા પહેલાં સાધુ મુહપત્તિથી મુલાયમ રીતે હાથ ગૂંજે ખંખેરે કે જેથી પૃથ્વીકાયના જીવને કીલામણા = અસમાધિ ન થાય.
ઉપલક્ષણથી એ પણ સમજી લેવાનું કે ઘરમાં જે વ્યક્તિના હાથ સચિત્ત પાણી વગેરેથી ખરડાયેલા હોય તેના હાથે ગોચરી વહોરવામાં આવે તો જીવોને કીલામણા થાય. માટે બીજી વ્યક્તિના હાથે ગોચરી વહોરવી.
४८१