________________
ખેતરદિયા, પૃઢવી નિલીય બંતો - (સચિત્ત પૃથ્વી પર બેસવાથી વિરાધના કરતો અસમાધિ પહોંચાડે. માટે તેમ ન કરવું.)
ઝાડની નીચે બેસવાનું થાય તો સચિત્ત પૃથ્વી પર ન બેસી જવાય એવો ઉપયોગ રાખવો. જે દૂધાળા ઝાડ હોય, જેવા કે વડલો, પીપળો, આંકડો વગેરે, તેની નીચેની (મૂળની આજુબાજુની અને વૃક્ષના ઘેરાવા જેટલા ભાગની) જમીનની માટી પ્રાયઃ સચિત્ત હોય. જે કાંટાળા ઝાડ હોય તેના મૂળ પાસેની જમીન સચિત્ત અને બાકીની (તે ઝાડની નીચેની જમીન) પ્રાયઃ અચિત્ત હોય. સામાન્ય ઝાડ પાસેની માટી પ્રાયઃ અડધી સચિત્ત અને અડધી અચિત્ત (= મિશ્ર) જાણવી. માટે ઝાડ કયું છે ? તે પણ ઉપયોગ રાખીએ અને વિરાધના ન થાય તેમ બેસીએ તો ભગવાનના વચન ઉપર આદરભાવ જીવતો રહે, આપણું સમ્યગ્દર્શન નિર્મળ બને. જ્યાં અવરજવર સતત ચાલુ હોય તે જમીન અચિત્ત હોય. ગામડાના કાચા રસ્તે શોર્ટકટમાંથી જતા આનો ઉપયોગ રાખવો. निसग्गुवएसरुई, आणाई सुत्त-बीयरुइमेव ।।
માન-વિત્થાર વિરિયા-સંવેવ-ધમ્મ - આવું કહેવા દ્વારા ઉત્તરાધ્યયન સૂત્ર (૨૮/૧૬) અને પ્રવચનસારોદ્ધાર (ગા.૯૫૦)માં નિસર્ગરુચિસમકિત, ઉપદેશરુચિ સમ્યગ્દર્શન, આજ્ઞારુચિ સમ્યક્ત, સૂત્રરુચિ સમ્યક્ત વગેરે દશ પ્રકારના સમ્યગ્દર્શન બતાવ્યા છે. તેમાંથી “આ સચિત્ત તો નહિ હોય ને !” આવો વિચાર આજ્ઞારુચિ સમ્યક્તનો સૂચક છે. માટે “શાસ્ત્રમાં ક્યાં શું બતાવ્યું છે ? તેમાંથી મને શું લાગુ પડે છે?” તેની કાળજી હોય તો સ્વ-પરને સમાધિ પમાડી શકાય. જે ખેતર ખેડેલું હોય તેની માટી સચિત્ત જાણવી. ટેલિફોનના વાયર નાખવા-બદલવા ખોદેલ જમીનની માટી સચિત્ત જાણવી. ચાર આંગળ કરતા નીચેની જમીન સચિત્ત જાણવી. તેમાંથી બહાર કાઢેલ માટી લાંબો સમય સચિત્ત રહે. ઉનાળો હોય અને સૂર્યનો આકરો તડકો હોય અને તેના ઉપરથી લોકોની અવર-જવર ચાલુ હોય તો
૪૮૨