________________
પ્રાયઃ દશ-બાર દિવસે તે અચિત્ત થાય. બાકી જમીનની નીચેથી બહાર કાઢેલો માટીનો તાજો ઢગલો સચિત્ત જ સમજવો. રાજમાર્ગ કે જ્યાં સતત અવરજવર પુષ્કળ પ્રમાણમાં હોય ત્યાં એક વેંત સુધીની જમીન અચિત્ત ગણી શકાય. અવરજવર વિનાના રસ્તાની જમીન સૂર્યનો તડકો વગેરેના લીધે ચાર આંગળ જેટલી અચિત્ત જાણવી. આ બાબતમાં સાવધાનતા ન રહે તો આજ્ઞારુચિ સમ્યક્ત્વ ન ટકે.
સૂત્રરુચિ સમ્યક્ત્વનો અર્થ છે આગમવચનો ગમે, શાસ્ત્રનું પુનરાવર્તન-વાંચન-કંઠસ્થીકરણ વગેરે કરવું ગમે. ગણધર ભગવંતોએ બનાવેલા સૂત્રો, ન સમજાય છતાં, બોલીએ તો જીભ પવિત્ર બને અને ભવાંત૨માં જિનવાણી રટવાનું સૌભાગ્ય પણ મળે. બીજા સૂત્રો ન આવડે પણ પક્ષીસૂત્ર તો આવડે છે ને ! તે છતાં તેનું પણ પુનરાવર્તન કર્યા વગર જ રાત્રે સૂઈ જઈએ તે કેમ ચાલે ? રોજ રાત્રે સૂત્રપુનરાવર્તન સાવ ન કરીએ તો સૂત્રરુચિ સમ્યક્ત્વ મલિન બને. વજસ્વામીનો જીવ પૂર્વભવમાં દેવરૂપે હતો. રોજ દેવલોકમાં તેઓ પુંડરિક-કંડરિક અધ્યયનનું અહોભાવપૂર્વક રીવીઝન કરતા હતા. પોતે રીવિઝન ન કરે તો પણ કાંઈ ભૂલાઈ જાય એવું તેમના માટે નહોતું. છતાં રોજ રીવિઝન કરતા. સૂત્રમાં પણ એક બળ રહેલું છે. માટે જ દશ પૂર્વનું જેને જ્ઞાન હોય તેને સમ્યક્ત્વ નિયમા હોય.
તેના બદલે ‘આજે કંટાળો આવે છે. માટે રાત્રે વહેલા સૂઈ જાઉં. કાલે વહેલા ઉઠી રીવિઝન કરશું.’ એમ વિચારે પણ ઉઠે મોડા. માટે બન્ને ટાઈમનું રીવિઝન ગયું. તેના બદલે જો રીવિઝન કરે તો ટીપે ટીપે સરોવર ભરાય. એમ કરતા કરતા ગ્રંથિભેદ થાય અને ભાવસમ્યક્ત્વ મળે. આપણે પુરુષાર્થ કરવાનો ઘણો બધો છે. તેના બદલે થોડોક પુરુષાર્થ કરીને સંતોષ માની લઈએ કે ‘મેં ઘણું કર્યું.’ અથવા દેખાદેખીના માર્ગે ચાલીએ. આવું થાય એટલે સમજવું કે આપણે મોક્ષમાર્ગથી દૂર થઈએ છીએ, દુર્ગતિની નજીક જઈએ છીએ તથા અસમાધિને આમંત્રણ આપીએ છીએ.
૪૮૩