________________
બ્રહ્મચર્ય કોણ વિશુદ્ધ પાળી શકે ? (૧) અપ્રમત્તપણે સ્ત્રી કે સાધ્વીનો સંપર્ક ન રાખે. (૨) સ્ત્રીનો જે ક્યારેય વિશ્વાસ ન રાખે. દરેક પ્રકારની પરિસ્થિતિમાં આરાધના કરવાની આવડત હોય તે મોક્ષમાર્ગના સાચા આરાધક બને. • અર્ણિકાપુત્ર આચાર્ય
જેણે જીવનસમાધિ ટકાવી હોય તેને સમાધિમરણ સુલભ. • ગુરુ પાસે ભણવા જતા પહેલાં વિનય, અહોભાવને ઉત્કૃષ્ટ
કક્ષાએ પહોંચાડો તો મેળવેલું જ્ઞાન ઠરેલ સમજણ અને અનુભૂતિના સ્તરે પહોંચાડે. શાસ્ત્રો એ દિશાસૂચક પાટીયા છે. આપણું જીવન એટલે એ પાટીયા પ્રમાણે આચરણ-વલણ-વર્તન. વિષયાંધ દશા, રાગ, આસક્તિ અને ગૃદ્ધિ શાસ્ત્રોને પરિણમન થતા અટકાવે. - અષાઢાભૂતિ અવિનય અને ઉદ્ધતાઈ સમજણના જ્ઞાનને શાબ્દિક બનાવી દે. - જમાલિ આરાધકોમાં ચોતરફ જ્ઞાન-આચાર- ક્રિયાની પડાપડી છે, પણ અનંતજ્ઞાનાદિ ગુણયુક્ત આત્માની પ્રાયઃ કોઈને પડી નથી. જેને અંતઃકરણની પડી ન હોય અને ઉપકરણમાં અટવાય તે સંયમજીવન પાળી ન શકે. • રત્નકંબલવાળા શિવભૂતિમુનિ જગતના લાભ-નુકસાનના ગણિતથી ધર્મક્ષેત્રમાં સ્થિરતા શક્ય નથી. • અરણિક મુનિ જેમાં મન ઠરે તેની યાદ વધે. - ભવદેવ મુનિ ગુણ આવે તો દોષ જાય- એમ નહિ, પણ દોષ જાય તો ગુણ આવે. • નંદીષેણ મુનિ
૨૫૦