________________
સાધુતાનો સંબંધ જ્ઞાન, ક્રિયા કે તપની ઝંખના સાથે નથી પણ દોષમુક્તિની ઝંખના સાથે છે.
· સંયમની સાચી અનુભૂતિ સહન કરવામાં છે. - મુનિ દૃઢપ્રહારીજી શાસન એટલે મર્યાદા. મર્યાદા છે ત્યાં શાસન છે. મર્યાદા તોડવી એ શાસનનાશ કરવાનું કાર્ય છે.
કારણવશ ગોચરીના ૪૨ દોષ લાગે પણ માંડલીના ૫ દોષ ન લાગે તો પોતાને નુકશાન ઓછું થાય. દર્શન-જ્ઞાન-ચારિત્ર-તપ મોક્ષમાર્ગ પછી છે, પહેલાં સરળતા મોક્ષમાર્ગ છે. કુરગડુ મુનિ
•
-
ગુરુગમથી મેળવેલું જ્ઞાન સત્ત્વના ઊર્ધીકરણમાં સહજ રીતે આગળ વધારે છે.
મોક્ષ ઉપકરણથી નહિ પણ અંતઃકરણની વિશુદ્ધિથી થવાનો છે. મરુદેવા માતા
ચિલાતિ પુત્ર
સ્વનું પરિશીલન એ જ મોટો સ્વાધ્યાય છે. પ્રાયશ્ચિત્તનું વહન કરવામાં પાપ પ્રત્યે પસ્તાવો જાગે તો પાપના અનુબંધ તૂટે. - અઈમુત્તા મુનિ
-
તપ-ત્યાગ-સ્વાધ્યાય ઓછો હોય તો ચાલે પણ મારા કારણે બીજાના ભાવપ્રાણ તૂટી ન જાય તેવી સાવધાની ન હોય તે હગિજ ન ચાલે.
મોક્ષે જનાર સાધુને ગુરુનું અનુશાસન ગમે. દેવલોકમાં જઈ સંસારમાં ભટકનારને બહુ બહુ તો અનુશાસન વગરની આરાધના ગમી શકે. મૃગાવતીજી-કુલવાલક
ચાર વસ્તુ સહન કરવાની :- (૧) પોતાનું દુઃખ (૨) બીજાનું સુખ (૩) બીજાના દોષ (૪) કોઈના કડવા વચન.
૨૪૯