________________
પોતાની ભૂલમાં લઘુતાના દર્શન એ જ સૌથી મોટી ભ્રમણા છે. - લક્ષ્મણા સાધ્વીજી
વ્યવહાર કે નિશ્ચય નહિ, પરંતુ પહેલાં સદ્ગુણ મેળવવા એ મોક્ષમાર્ગ છે.
સ્વાધ્યાય ઘટે તો દુનિયાનો રસ વધે.
સ્વાધ્યાયનો રસ વધે તો દુનિયાનો રસ ઘટે.
જે સરળ છે તે ધર્મ પામવાને લાયક છે. - અઈમુત્તા મુનિ કોઈના દોષ પ્રગટ કરવા એ પણ નિષ્ઠુરતા/કઠોરતા છે. સુદર્શન શ્રેષ્ઠી
સ્વદોષનું જ્ઞાન અને તેનાથી મુક્તિનો પ્રયત્ન એ જ મોક્ષમાર્ગ છે. - બંધકમુનિઘાતક રાજા
વિવેકીને આરાધના સરળ. જડને આરાધના મુશ્કેલ. વક્રને આરાધકભાવ દુર્લભ.
પોતાના જીવનમાં જરૂર આચારચુસ્ત બનવાનું અને ‘આચારચુસ્ત ન હોય તે સાધુ ન કહેવાય' આવું કદી વિચારવાનું કે બોલવાનું નહિ.
પુષ્પચૂલા સાધ્વીજી પોતાના નિમિત્તે બીજાના ભાવપ્રાણો ખતમ ન થાય એની સતત સાવધાની રાખે તેનો મોક્ષ નજીક સમજવો. બલભદ્ર મુનિ ગોચરીમાંડલીમાંથી બહાર આવે ત્યારે કોના પાત્રામાં શું હતું ? તેનો કોઈ ખ્યાલ ન હોય તે સાચો વૈરાગી. ઉચિત પ્રવૃત્તિ = ગુરુની ઈચ્છા, સંમતિ અને પ્રસન્નતા જોઈને તે પ્રમાણે પ્રવૃત્તિ કરવી તે.
વિલાસપૂર્વકની ચાલ, ગાદલાનો ઉપયોગ, સ્નાન, ગૃહસ્થને ગોચરી જતાં ઉપદેશ આપવો- આ સુસાધુના લક્ષણ નથી.
૨૪૮
–
-