________________
જેમ ઘરમાં ગંદકી ન ચાલે તેમ જીભ પર(બોલવામાં) પણ ગંદકી ન ચાલે. - દ્રૌપદી ધ્યાન એટલે પરમાત્મામાં અને તેના ગુણોમાં તદ્રુપ બનવું. - ગુફાવર્તી દમયંતી જેમ જેમ નબળા આચાર છૂટતા જાય તેમ તેમ યોગ્ય જીવના નબળા વિચાર ખલાસ થતા જાય. • ચક્રીનો બ્રહ્મચારી ઘોડો સ્વાધ્યાયથી પદાર્થ-ભાવાર્થ-પરમાર્થ મળે. - સિદ્ધર્ષિ ગણી વિભૂષા-વિકૃતિ- વિકથા-વિશ્રવણ-વિદર્શન એ સંયમમર્યાદાની બહારની વાત છે. - દ્રૌપદીનો પૂર્વ સાધીભવ સાધુપણાની મર્યાદાને ચુસ્તપણે વળગી રહે તેને નિકાચિત કર્મો પણ પછાડી ન શકે. . રાજીમતીજી જેનું હૈયું મોક્ષની ઝંખનાથી વ્યાપ્ત હોય તે જ સાચો ભાવસાધુ પરમાત્માનું સાન્નિધ્ય ન અનુભવે તેનો કેડો ભય છોડે નહિ. પરમાત્માનું સાંનિધ્ય જે અનુભવે તેને ભય સતાવે નહિ. પીપરામૂળ જેમ ઘસો તેમ તેની શક્તિ બળવાન બને. સાધુ જેટલું સહન કરે તેમ સંયમનો અનુભવ દઢ બને. - મેતારજ મુનિ અગ્નિ લીલા ઘાસને પણ બાળે, ઝેર તંદુરસ્તને પણ મારે. તેમ વિજાતીય વ્યક્તિ નિર્મળ ચારિત્રવાળાને પણ પછાડે છે. - આદ્રકુમાર દોષિત રોટલી વાપરવા કરતાં કયારેક નિર્દોષ એવી મીઠાઈ/બદામ વાપરવામાં દોષ વધારે ! શાબ્દિક જ્ઞાનને સમજણમાં ફેરવવા માટે યથાશક્તિ અમલ જરૂરી. તે માટે સત્ત્વ ફોરવવું પડે. સમજણ મજબૂત બને પછી અનુભૂતિના સ્તરે પહોંચે.
૨૪૭