________________
ગુરુને શાસ્ત્રની શરમ અને દોષનો ડર નડે. શિષ્યાદિ શક્તિશાળી કે લબ્ધિધર હોય તો પણ તેની શરમ ગુરુને ન નડે.
સ્થૂલભદ્ર ! બીજાને આકર્ષવાની વૃત્તિ જન્મે ત્યારે પોતાના અંતઃકરણનો નિર્મળ પરિણામ ખતમ થાય છે - ભદ્રબાહુ સ્વામી આત્મસાક્ષીએ સંયમ આવે ત્યારે સંયમનો આનંદ, સાવધાની, સમ્યકજ્ઞાન, કેવલજ્ઞાન આવે. - પ્રસન્નચંદ્ર રાજર્ષિ સાધુ માટે સાધ્વીના શબ્દો પણ અશ્રાવ્ય છે. તેમનું રૂપ પણ અદર્શનીય છે. બીજા સાધુનો વિચાર કરે તેનો (૧) સ્વાર્થભાવ તૂટે, (૨) હૃદય કુણું પડે, (૩) સાધુ પ્રત્યે સદ્ભાવ જળવાય, (૪) શાસનની સાચી આરાધના થાય. કપટાદિરહિત હૃદયથી ગુરુ પ્રત્યેની સાચી શરણાગતિથી પણ ભાવનાજ્ઞાનની સમકક્ષ પહોંચી શકાય છે. - ભાષrષમુનિ શાસ્ત્રમાં જે વાંચેલ, સાંભળેલ હોય તે જીવનમાં અનુભવીને બતાવે તે ભાવ સંયમી. • પન્ના અણગાર જ્ઞાની અને અજ્ઞાનીની પ્રવૃત્તિમાં કદાચ ફરક ન હોય. પણ પરિણામમાં તો ઘણો ફરક હોય. - નંદીષણ સ્થાનજન્ય મોક્ષ પછી મળે. પહેલાં મનઃસ્થિતિજન્ય મોક્ષ મળે. - પુષ્પચુલા સાધ્વીજી સ્વગુણોને અપ્રગટ કરવા દ્વારા પચાવવાના. અને પરદોષોને પર પ્રત્યે અતિરસ્કારથી પચાવવાના. • પુંડરિક મુનિ બહુમાન વિનાનું શ્રવણ જ્ઞાનાવરણીયનો ક્ષયોપશમ કરાવી શકે નહિ. - ૩૬૩ પાખંડી
•
૨૪૬