________________
ત્યાગ તો પશુને પણ સુલભ છે. વૈરાગ્ય સમજદાર માનવને પણ દુર્લભ છે. - મુનિ રહનેમિજી માયાવી પકડાઈ જાય તો માયા છોડી દે. વક્ર પકડાઈ જાય તો ય દલીલ-બચાવ કરતો રહે. • રુક્તિ સાધ્વી ઉપકરણની Quantity થી સંતોષ રાખવો અને અંતઃકરણની Quality વધારવી. પૈસા પાકીટથી સલામત, શ્રદ્ધા આચરણથી સલામત. - સુલસા એક સિક્કાની બે બાજુ :- (૧) આત્માની સચિ/આનંદ - એક બાજુ. (૨) પુદ્ગલનું મમત્વ ન હોય – બીજી બાજુ. શક્તિ ન હોય ત્યારે જે સમસમીને રહે તે શક્તિ આવે ત્યારે સમુદાય/ગુરુ સામે બળવો કર્યા વિના ન રહે. - કલિકાલસર્વજ્ઞશિષ્ય બાલચંદ્ર શાસ્ત્રનો મર્મ સાધના અને ઉપાસનાના સમન્વયથી મળે, વ્યાકરણ અને ન્યાયની નિપુણતાથી નહિ. - નિદ્ભવ ગોષ્ઠા માહિલ વૈરાગ્યનું ઉત્પત્તિસ્થાન સંવેગ છે. - જંબુસ્વામી વક્ર ત્યાગ કરી શકે. પણ ઉત્કૃષ્ટ વૈરાગ્યના માર્ગે આગળ વધી ન શકે. - ગોશાળો વૈરાગ્ય ન હોય ત્યાં તાત્ત્વિક સમર્પણભાવ ન હોય. ગુરુસમર્પણ ન હોય ત્યાં પારમાર્થિક ગુરુકૃપા ન હોય. - કંડરિક મુનિ સ્વાધ્યાય એ સાધુપણાનો પ્રાણ છે. જેટલો સ્વાધ્યાયનો યોગ મજબૂત એટલો સંયમનો સ્વાદ વધારે. જાતે વિરાધનાથી અટકવું સહેલું. પણ વિરાધકભાવથી-દોષથી અટકવા માટે ગુરુકૃપા આવશ્યક છે. • કુલવાલક મુનિ આરાધના ઓછી થાય તો ચાલે, પણ વિરાધકભાવ લેશમાત્ર ન ચાલે. - સુમંગલાચાર્ય --
૨૫૧