________________
સંયમીને મોક્ષમાર્ગમાં આગળ વધવાનો અનુભવ થવો જોઈએ અને તે માટે પોતાનામાં સદ્ગુણો ખીલતા દેખાવા જોઈએ. વિદ્વત્તા, પ્રભાવકપણું, તપ-ત્યાગ-વૈયાવચ્ચ ઊંચી કક્ષાના ન હોય તે ચાલે. પણ સંયમની મર્યાદામાં આંશિક પણ કચાશ ન ચાલે. આર્ય મહાગિરિજી
-
પોતાની જાત ઉપર જે અનુશાસન નથી કરી શક્તો તે ભગવાનના શાસનમાં આવી નથી શક્તો. આચાર્ય મંગુ આચારશુદ્ધિ અનેકને લાભદાયી છે. વિચારશુદ્ધિ સ્વને લાભદાયી છે. માટે આચારશુદ્ધિનો લાભ તે જ પ્રારંભમાં તાત્ત્વિક લાભ છે. - ઈલાયચીકુમાર પ્રતિબોધક મુનિ
ધીરજ = કુતૂહલનો અભાવ. જ્યાં રુચિ છે ત્યાં ધીરજ આવે છે. જ્યાં રુચિ ન હોય ત્યાં અધીરાઈ આવે છે. સંયમી=કટોકટીમાં છોડેલા આચારને અનુકૂળ સંયોગોમાં પાછા પકડી લે, પોતાની શક્તિ અને ભાવનાને ઊંચકી આચારમાર્ગે જવા તત્પર બને.- સાધ્વીશીલરક્ષક કાલિકસૂરિ
-
નાની-નાની વાતમાં સહવર્તી સાથેની મૈત્રી તોડનારની ‘શિવમસ્તુ ....' ની ભાવના પોકળ સમજવી.
જાત ઉપર કડકાઈ કરીને જ સંયમનું ઘડતર કરવાનું છે. - વિગઈત્યાગી સોમસુંદરસૂરિ
બાહ્ય પરિબળો આપણને ભૌતિક તત્ત્વોથી છોડાવી શકે પણ છૂટકારો તો આપણે ખુદ મેળવવો પડે. પ્રસન્નચંદ્ર રાજર્ષિ આચાર ભલે યથાશક્તિ પાળીએ. પણ ભગવાને જે, જે પ્રમાણે, જેટલું કીધું છે તે, તે પ્રમાણે, તેટલું બધું જ યોગ્ય જીવને કહેવું. નહિ તો આપણે માર્ગભ્રષ્ટ બનીએ. મરીચિ
૨૫૨
-