________________
નિશ્ચયનયથી પરપરિણતિ કયારેય ભોગ્ય નથી. પુદ્ગલ દ્રવ્ય કયારેય ભોગ્ય નથી. કર્મોદયજન્ય દશા કે વસ્તુ કયારેય ભોગ્ય નથી. સારા આલંબનથી આગળ વધીએ તે પ્રશસ્ત ભાવ છે. પણ આલંબન દૂર થતાં ઉભી થયેલી શક્તિને ગૌણ કરીએ અને તે ભૂમિકાએ ન પહોંચીએ તો તે માયા-કપટનો ભાવ છે. પ્રવૃત્તિ માટે શક્તિ-સંયોગ-સામગ્રી- સહાયક-યોગ્ય સમયયોગ્ય ઉપકરણ-પ્રેરણા જોઈએ. તો આરાધના સરળ બને. પણ પરિણામ માટે આગમભાવિત બુદ્ધિ જોઈએ. - મેઘકુમાર મુનિ શ્રવણનું ફળ - સમજણ. સમજણનું ફળ - આચરણ. આચરણનું ફળ - પરિણમન. પરિણમનનું ફળ - મોક્ષગમન. આચરણ હોય તો સમજણ ટકે. તેથી દેવોને સમકિત ટકાવવું મુશ્કેલ, મનુષ્યોને સમકિત ટકાવવું સરળ. સારું આચરણ સમજણને પણ સારી અને શુદ્ધ બનાવે છે. - વલ્કલચિરી આપણી પાસે કયા ગુણો છે ? તે યાદ રાખીએ અને જે દોષ છે તેની ઉપેક્ષા કરીએ ત્યાં સુધી મોક્ષ ન થાય. - બાહુબલિ મુનિ જે ક્રિયામાં ભગવાન ભળે તે ક્રિયા ક્રિયાયોગ કહેવાય. જે ક્રિયામાંથી ભગવાન હટે તે ક્રિયા ક્રિયાકાંડ કહેવાય. સમજણથી પણ આચરણ આવે છે અને નિષ્કપટ આચરણથી પણ સમજણ આવે છે. તેથી બંનેના આલંબનથી આગળ વધવું. કોઈ પ્રસંગની અસર આવતી નથી, આપણે ઊભી કરીએ છીએ, આપણે લઈએ છીએ. - ખંધક સૂરિજી
•
–-૨૫૩E