SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ પોતાના દોષની જવાબદારી લેવાની જેની તૈયારી ન હોય તેનો મોક્ષ ન થાય. - ચંડકૌશિક પૂર્વભવ શાસ્ત્રો એ સૂચક છે અને મોક્ષમાર્ગમાં થતા આપણા અનુભવની સરખામણી માટે છે. દ્વેષ બે-ચાર વસ્તુ પર હોય, જ્યારે મોહ તમામ વસ્તુ પર હોઈ શકે છે. મોક્ષમાર્ગની સતત જાગૃતિ માટે જ્ઞાનની લંબાઈ કરતા ઊંડાઈ વધારે મહત્ત્વની છે. અભવ્યનું નવ પૂર્વનું જ્ઞાન = લંબાઈ. અષ્ટપ્રવચન માતાનું હૃદયસ્પર્શી જ્ઞાન = ઊંડાઈ. - અઈમુત્તા મુનિ આપણી મનોવૃત્તિને શાસ્ત્રવચન મુજબ ગોઠવતા જઈએ એટલે કે શાસ્ત્ર અને આપણા અનુભવ વચ્ચે સંવાદ ઊભો થાય, તો જ્ઞાન ઊંડાઈમાં જાય. સરળજીવ = શાસન પામવાને લાયક. તે સદાચાર મેળવે. સંવેદનશીલ જીવ સમકિત પામવાને લાયક. તે સાધના મેળવે. સમર્પિત જીવ સંયમ પામવાને લાયક. તે ઉપાસના મેળવે. “હે પરમાત્મા ! મારી પાસે રહેલી તમામ ચીજ તારી થાપણ છે અને તે થાપણનો હું નાશ કરી ન બેસું કે તેને અભડાવી ન નાખું-એવી ઠરેલ સમજણ દેજે.” - આવી હાર્દિક પ્રાર્થના એ પણ નમસ્કારનો પ્રકાર છે. દ્રવ્ય કર્મ ઘટાડવાનું મુખ્ય સ્થાન = નરક, તિર્યચ. ભાવ કર્મ વધારવાનું મુખ્ય સ્થાન = દેવભવ. ભાવ કર્મ વધારવા/ઘટાડવાનું મુખ્ય સ્થાન મનુષ્યભવ. સરળતા અને અહોભાવ મોશે પહોંચવાના રાજમાર્ગ છે. - પુંડરિક સ્વામીના પાંચ કરોડ મુનિ ગુરુદેવ પ્રત્યે સમર્પણભાવ + વ્રતપાલનમાં સાત્ત્વિકતા + સાધર્મિક પ્રત્યે સહાયકતા = ભાવસંયમ. મુનિ બાહુ-સુબાહુ H૨૫૪
SR No.007267
Book TitleSanyamina Kanma Dilma Sapnama Rome Romma Vyavaharma
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherDivyadarshan Trust
Publication Year2011
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy