________________
ઘણી વાર પાપજન્ય સંસાર કરતાં પુણ્યજન્ય સંસાર વધારે હેરાન કરે. - ચક્રવર્તી સ્ત્રીરત્ન અપેક્ષાએ પ્રતિકૂળતામાં આરાધના કરવાનું અનુકૂળતામાં આરાધના કરવા કરતાં વધારે સરળ છે. વેષ ઉત્પન્ન થવાનું કારણ રાગ છે. કષાય ઉત્પન્ન થવાનું કારણ વિષયનો રાગ છે. • શિવભૂતિ મુનિ હમણાં રાગને ઘટાડવા કરતાં રાગનો વિષય પ્રશસ્તતત્ત્વને બનાવીએ. - રેવતી શ્રાવિકા વૈયાવચ્ચ અથવા સ્વાધ્યાયના રાગથી ઊંઘ ઓછી થાય. રાગ કાબૂમાં હોય તો એનો અર્થ એ કે વિવેકદષ્ટિ જાગૃત છે. • જેબૂકુમાર આરાધના કરવી સહેલી પણ આરાધના કર્યા બાદ મન નિર્મળ બનાવવું અઘરું. - અગ્નિશર્મા આરાધના કરવાની શક્તિ અયોગ્યને અભિમાની બનાવે. આરાધના કરવાની શક્તિ ન હોય તો તે હતાશ અને ઈર્ષ્યાળુ બને. . સિંહગુફાવાસીમુનિ જે ચીજ મનને મલિન કરે તે તમામને છોડવી. જે કાર્ય મનને નિર્મળ કરે તે તમામને કરવું. સાધના કર્યા વિના સરળ અને સમર્પિત અનંતા જીવો મોક્ષે ગયા છે. પણ સરળતા અને સમર્પણભાવ વિના એક પણ સાધક મોક્ષે ગયો નથી. શિષ્ય સતત ઝંખતો હોય કે “ગુરુની નજર સતત મારી ઉપર રહે તો સારું. જેથી મારું સાચું ઘડતર થઈ શકે.” દેહ, કર્મ અને જગતથી પર એવા પોતાના પારમાર્થિક અસ્તિત્વમાં ઠરવું એ જ સાચી સાધુતા. - ઢંઢણમુનિ
-૨૫૫