________________
રૂપકેન્દ્રિતદષ્ટિ એટલે મિથ્યાદર્શન. સ્વરૂપકેન્દ્રિતદષ્ટિ એટલે સમ્યગ્દર્શન. સ્વરૂપની અપર્ણોલ ગાઢ અનુભૂતિ = સંયમ. આપણા ઉપર ગુરુનો ક્રોધનારાજગી વધે એમ ગુરુના અંતરમાં આપણું સ્થાન વધે છે. પણ તેમાં આપણી પ્રસન્નતા વધવી | ટકવી જોઈએ. • ચંદ્રાચાર્યના શિષ્ય પ્રેમ - લાગણી - વાત્સલ્યમાં ક્યારેય બદલાની અપેક્ષા હોતી નથી. બદલાની અપેક્ષા હોય તે પ્રેમ નહિ, સોદાબાજી છે. જીવલેણ ઉપસર્ગ કરનાર પ્રત્યે પણ પ્રેમ વરસાવે તે સાધુ - મુનિ અર્જુન માળી “ગુરુ ઠપકો આપી મને કેવળજ્ઞાન સુધી પહોંચાડે છે. આવો દૃષ્ટિકોણ આવે તો જીવન વિકાસોન્મુખ બને. - સાધ્વી મૃગાવતીજી સાધનાની ભઠ્ઠીમાંથી પસાર થયા વિના દોષના કચરા ન બળે. - સુકોશલ મુનિ સહનશીલને સાધનામાં આનંદ આવે. કાયરને સાધનામાં કંટાળો આવે. વિવેકી માણસ સત્ત્વને જગાડે. જ્ઞાનદષ્ટિ વિવેકને આપે. શાસ્ત્રબોધ = કેરીનો પડછાયો. સ્વાનુભવ = મધુર આમ્રફળ. શું પડછાયો તૃમિ પ્રગટાવે ? સત્ત્વની કચાશ પ્રાપ્ત થયેલ સંયમજીવનના આનંદને તોડી નાખે છે. - મુનિ મેઘકુમાર શિષ્ય બુદ્ધિનું બખ્તર પહેરી ગુરુ પાસે આવે ત્યારે શિષ્યને ગુરુમાં બુદ્ધિ ઓછી લાગે અથવા સમર્થ ગુરુમાં પણ કોઈ ત્રુટિના દર્શન થાય. • જમાલિ
–-૨૫૬
૨૫૬