________________
કર્મકૃત સ્વવ્યક્તિત્વ સાથે તાદાભ્યનો અનુભવ એટલે સંસાર. સ્વભાવગત સ્વવ્યક્તિત્વ સાથે ઐક્યનો અનુભવ એટલે મુક્તિ. ગુરુમાં ગૌતમસ્વામીની બુદ્ધિ, ગુરુભાઈઓ કે વડીલોમાં ઉપાસ્યની બુદ્ધિ, નાના સાધુ પ્રત્યે વાત્સલ્યનો ભાવ હોય તો મોક્ષ થાય. પરપરિણતિની ઉપેક્ષા માટે (૧) તેનું મહત્ત્વ ઘટાડો અથવા (૨) બીજી મહત્ત્વની આંતર વસ્તુ મેળવો. વૈરાગી ભરતચઢી માન-અપમાનથી આપણે દુઃખી નથી પણ તેની નોંધથી દુઃખી છીએ. • મુનિ વિશ્વભૂતિ (મહાવીર પ્રભુજીવ) ગુરુ પાસે બુદ્ધિનો ઉપયોગ થાય તો ગુરુ પ્રત્યે સમર્પણભાવની કચાશ જાણવી. • નિહ્નવ ગુરુસમર્પણભાવ જેટલો પ્રકૃષ્ટ હોય તેમ તેમ જ્ઞાન, સંયમ, તપ, જપ, પુષ્ય, લબ્ધિ, શક્તિ, શુદ્ધિ આદિ સર્વક્ષેત્રીય વિકાસ થાય. - ગૌતમ સ્વામી ધીરજવાળો સ્વભાવ હોય તે જયણા પાળી શકે. સમર્પણભાવ = પોતાની જાત ઉપર પોતાની માલિકી ઉઠાવી સંપૂર્ણપણે ગુરુની માલિકી સહર્ષ સ્થાપિત કરવી. -મેઘકુમાર મુનિ બાહ્ય આચારો કપડાના સ્થાનમાં છે. મોક્ષમાર્ગનો અનુભવ આરોગ્યના સ્થાનમાં છે. - વૈરાગી પૃથ્વીચંદ્રરાજા ગુરુ ઉત્સર્ગને આચરે તો ગુરુ કહે અને કરે તેમ કરવાનું. ગુરુ અપવાદને આચરે તો ગુરુ કહે તેમ કરવાનું. ગુરુની આજ્ઞા ન પાળવી, ગુરુની આજ્ઞામાં મોટું બગાડવું, નિંદા, આશાતના, ઉદ્ધતાઈ કરવી, ગુરુની સામે બોલવું વગેરે ગુરુના પરાભવના પ્રકારો છે.
૨૫૭+