________________
•
જ્યાં મર્યાદા-વિનય-વિવેક-વૈરાગ્ય-ઔચિત્યનું પાલન છે ત્યાં શાસન જીવંત છે. પરિણામનો આનંદ ન હોય પણ તેની રુચિ હોય તો પણ આપણે મોક્ષમાર્ગ છીએ. ગુરુની ધાક હોય તો જ પ્રમાદી શિષ્યનું જીવન ઉજ્જવળ બને. ધીરજ = જે કામમાં જેટલો સમય આપવાથી તે કાર્ય સારી રીતે થાય, સ્વ-પરને નુકશાન ન થાય તેટલો સમય ફાળવવો. લબ્ધિ અભિગ્રહથી ખીલે તેમ જ વૈયાવચ્ચ આદિમાં ઉલ્લાસથી ઉછળતા ભાવો દ્વારા ખીલે. અનાસક્ત-નિર્લેપ-નિર્વિકારદશા તરફ ગમન તે જ મોક્ષમાર્ગ, - લગ્નમંડપમાં કેવલી થનાર ગુણસાગર જગતની અનિષ્ટ ઘટનામાં ચાર વિકલ્પ - (૧) રડવું = આર્તધ્યાન (૨) લડવું = રૌદ્ર સ્થાન (૩) હસવું = ધર્મધ્યાન (૪) તટસ્થતા = શુક્લ ધ્યાન. ભગવાન અનંત જ્ઞાન-દર્શન-ચારિત્ર-વીર્યરૂપ ભોગ્ય શક્તિમાં લીન છે. માટે તેમને પરપદાર્થની ઉપેક્ષા સહજ બની જાય છે. શાસનની સ્થાપના - રક્ષા અને પ્રભાવના એ ત્રણે દરેક નથી કરી શકતા. પણ શાસનનું તેજ ઘટતું અટકાવવાની જવાબદારી દરેકની છે. નોકરીમાંથી ધંધો કરવામાં કમાણી વધવી જોઈ તેમ શ્રાવકપણામાંથી સાધુપણામાં ભાવોની મૂડી વધવી જોઈએ. વૈયાવચ્ચી થઈને, તપ કરીને, વિદ્વાન બનીને, માન લઈને પણ નમ્રતા કેળવે તે ભાવચારિત્ર પામી શકે.
(૨૫૮F