________________
કષાય કષાય તરીકે લાગે જ નહિ તે અનંતાનુબંધી કષાય. પરપરિણતિની ઉપેક્ષા જ કરવાની હોય. જેમ રસ્તાની ધૂળ ઉપેક્ષ્ય છે તેમ. - સનતકુમાર રાજર્ષિ પરમાત્માની નજીક જવાનો ઉપાય - (૧) જગતની ઉપેક્ષા કરવી. (૨) જીવોને નિકટ રાખવા. (૩) જાતની શુદ્ધિ કરવી. • મીરા પ્રવૃત્તિનો ભાવ કર્તુત્વભાવ લાવે. તે બંધનનો માર્ગ છે. પરિણામનો ભાવ ઉદાસીનભાવ લાવે. તે નિર્જરાનો માર્ગ છે. કેવળ પ્રવૃત્તિનો આનંદ = ઔદયિક ભાવ. તે દેવલોક આપે. પરિણામનો આનંદ = ક્ષયોપશમ ભાવ. તે મોક્ષ આપે. બાહ્ય જગતમાં “હોવા” સાથે સંબંધ છે. આંતરિક જગતમાં “લાગવા” સાથે સંબંધ છે. ભગવાન સારા છે. પણ સારા લાગવા જોઈએ. પ્રવૃત્તિમાં કાયમ વ્યવહાર લાવવો.
પરિણામમાં કાયમ નિશ્ચય રાખવો. “દીક્ષાનો પર્યાય ૨૫ વરસનો થયો” એવા શબ્દો = વ્યવહાર. ૨૫ વર્ષના દીક્ષા પર્યાય પછી પણ “મેં હમણાં જ દીક્ષા લીધી' એવો ભાવ = નિશ્ચય. ભગવાનના ગુણ જેને આનંદ ન આપે તેને ભગવાનના વચન કઈ રીતે આનંદ આપી શકે ? સંયમીની પુદ્ગલમાં પ્રવૃત્તિ (૧) ઉપેક્ષ્ય-ઉદાસીનપણે હોય, (૨) ઉપાદેયપણે ન હોય, (૩) ઉચિત અને જરૂરીપણે હોય, (૪) માત્ર અધિકૃત હોય તેટલી જ હોય.
--૨૫૯
•
૨૫૯