________________
આપણી રુચિ હોય તે પ્રમાણે આપણી શક્તિ વળતી જાય છે. પ્રદેશી રાજા
આપણા અપરાધીભાવનો સ્વીકાર કરીએ તેટલા પૂરતો અશુદ્ધ નિશ્ચયનય ઉપકારી છે.
અશુદ્ધ નિશ્ચય નયથી આત્મા રાગ-દ્વેષનો કર્તા છે. શુદ્ધ નિશ્ચયનયથી આત્મા સ્વભાવદશાનો કર્તા છે. શુદ્ધ જ્ઞાન, દર્શન, ચારિત્રનો કર્તા છે.
મોક્ષમાર્ગ અને સંસારમાર્ગ બેમાંથી એક માર્ગ સતત બને જ છે. માટે મોક્ષમાર્ગ બનાવવા સતત જાગૃત રહેવું.
• માનસિક સત્ત્વ અને ધીરજ કદાચ ન હોય તો ય નિશ્ચયનયની ભાવનાથી તે પ્રગટ થાય.
ભગવાન એક એવા સાગર છે જેની પાસે ગુણની સુવાસ છે અને સુખની મીઠાશ છે. છતાં દુઃખ-દોષની ખારાશ નથી. ભોગાંતરાયના ઉદયથી, મોહનીય કર્મના ઉદયથી જે ગુણો આવે તે ઔદિયક ભાવના કહેવાય. ચક્રીનો બ્રહ્મચારી અશ્વ ધર્મમાં પુરુષાર્થપ્રધાન દૃષ્ટિ જોઈએ. નંદનરાજર્ષિ
પાપમાં ફળપ્રધાન ષ્ટિ જોઈએ. સુલસ
-
‘પુણ્યથી સુખી, પાપથી દુ:ખી, માનથી સુખી, અપમાનથી દુઃખી’ આ ગેરસમજ છે. ‘ગુણથી સુખી, દોષથી દુઃખી’ આ સાચી સમજણ છે.
-11
વિવેક આચારસંબંધી જડતાને તોડે પણ તે મર્યાદા તોડતો નથી. દા.ત. એકસીડંટ થતાં સાધુને એમ્બ્યુલન્સમાં હોસ્પિટલે મોકલવા.
બે પ્રકારની મૂડી સાધુ પાસે હોય (૧) આચારની (૨) ગુણની. આચારની મૂડી કરતાં ગુણની મૂડી સ્વ માટે વધુ બળવાન છે.
૨૬ ૦