________________
ફળની રુચિ કે પ્રતીતિ થાય ત્યાં હાર્દિક પ્રતિજ્ઞા આવે. તે પહેલાં પ્રાયઃ ગતાનુગતિક પ્રતિજ્ઞા જાણવી. - મેતાર્યમુનિઘાતક સોનીમુનિ પ્રેમ-લાગણી-વાત્સલ્ય ભાવ કદાચ ઓછા સાથે હોય તો ચાલે. પણ દ્વેષ જરા પણ, એકની સાથે પણ ન ચાલે. જેમાં વિવેકદૃષ્ટિ ભળે તે દષ્ટાંત સિદ્ધાંત બને.. જેમાં કદાગ્રહ કે કટુલિતા ભળે તે દષ્ટાંત સિદ્ધાંત ન બને. ખુદ તીર્થકરો જેને નમે છે તે શાસનની કયારેય પણ હાલના ન કરવી એવો સંદેશો “નમો તિત્યસ્સ દ્વારા તીર્થકરો આપે છે. બીજાની અણસમજ + અજ્ઞાનના કારણે આપણા ધર્મની નિંદા મશ્કરી થાય તો તે વ્યક્તિથી વિવેકદષ્ટિપૂર્વક દૂર રહેવું. પણ ધર્મ છોડી ન દેવો. - સીતા આ ભવમાં પળે પળે આજ્ઞાપાલનની ઝંખના હોય તો ભવોભવ ભગવાનની સેવા કરવાની ભાવના સાચી. નિર્મળ ચારિત્ર વૈરાગ્યના આધારે તથા ભાવનાઓના બળે પાળી શકાય. • ચિત્રમુનિ સાધ્યની રુચિ વિના સાધનાની ઝંખના ગુતાનુગતિક હોય, ઔદયિક ભાવની હોય. આપણે પરમાત્માની કરુણાની અભિમુખ બનીએ તો લોકસ્થિતિ, ભવસ્થિતિ, કર્મસ્થિતિ, નિયતિ વગેરે આપણને અનુકૂળ બને. • નાગકેતુ ઘંટનાદ શ્રવણ છતાં અંધકાર જાગવાનો ઉત્સાહ ખતમ કરે છે. પ્રબળ પ્રશસ્ત નિમિત્ત છતાં મિથ્યાત્વ આત્મજાગૃતિનો ઉત્સાહ અટકાવે છે. - અભવ્ય સંગમદેવ
૨૬૧