________________
બાહ્ય અંધકાર નથી ગમતો. પણ મોહનીય કર્મનું અંધારું ગમે છે. માટે તે ટળવું મુશ્કેલ છે. • સૂર્યકાના રાણી સુખ બહારમાં છે એવી ભ્રમણા = મિથ્યાત્વ. સુખ અંદરમાં છે એવી સમજણ = સમ્યકત્વ. અનુભવ અને રુચિ/બુદ્ધિ અલગ હોવા છતાં વાસ્તવિક રીતે પરિસ્થિતિમાં એક બની જાય છે. અત્તરવાયણા અને પારણામાં વેચાઈ જવાય એવા આયંબિલ ઓળીના તપ કરતાં અપેક્ષાએ કાયમી સાદી ગોચરીના એકાસણા ચઢિયાતા છે, અનુબંધવાળા છે. જે આરાધનાના માધ્યમથી આપણો આરાધકભાવ બળવાન બને તે આરાધના બળવાન બને અને જેનાથી વિરાધકભાવ બળવાન બને તે વિરાધના બળવાન બને. પ્રશંસાયુક્ત આરાધના ગમે તો સમજવું કે આપણી આરાધના પોકળ છે. - પીઠ/મહાપીઠ આરાધકભાવનો સંબંધ ન જોડાય તો સંયમ પણ કલ્યાણકારી ન બને. - કંડરીક મુનિ મોક્ષદાયક ધર્મમાં પરસાલી સાથે આત્મસાક્ષી અનિવાર્ય છે. સકારણ આચરેલો પ્રમાદ શિષ્યના જીવનમાં નિષ્કારણ ન પ્રવેશી જાય તે માટે પણ ગુરુ બાહ્યથી કડકાઈ રાખે. મોહજનિત પુણ્ય મોહનું વર્ધક છે. • અજયપાળ રાજા સંસારીનું પતન પાપથી છે. સંયમીનું પતન પ્રમાદથી છે. આપણી પ્રશંસામાં અણગમો અને અપમાનમાં આનંદનો અનુભવ એ જાગૃતિ. મોક્ષમાર્ગ મેળવવા આપણા દોષોને આપણે ઓળખવા જોઈએ, આપણી ગેરસમજોને ટાળવી જોઈએ.
૨૬૨
•