________________
સૂર્ય જેમ પ્રકાશથી જગતને પાળે છે તેમ અરિહંત ભગવંતો નામ-સ્થાપના-દ્રવ્ય-ભાવ નિક્ષેપથી જગતને પાળે છે. અત્યારે ભગવાનનો સંયોગ શક્ય નથી પણ સ્મરણ ચોક્કસ શક્ય છે. જિનાજ્ઞા મુજબ, નિસ્વાર્થ ભાવે કરેલો પરોપકાર વિશુદ્ધ પુણ્ય ઊભું કરે. - જગડુશા નિર્મળ નિષ્કામ ભક્તિમાંથી પ્રગટ થયેલ જ્ઞાન કે ચારિત્ર આદિ ગુણ અપ્રતિપાતી હોય, ઉત્તરોત્તર ઊંચી ભૂમિકાએ પહોંચાડનાર હોય. ગુરુ ખોખું વિશ) આપે. દેવગુરુની ભક્તિના પરિણામ દ્વારા માલ(નિર્મળ વલણ)ને મેળવવાની જવાબદારી આપણી છે. ભક્તિ એટલે ભગવાન પાસે મનના પરિણામ કબૂલ કરવા, પ્રગટ કરવા, અને ભગવાનની આજ્ઞા પ્રમાણે મનના પરિણામ ઊભા કરવા. જેટલા આધ્યાત્મિક જગતમાં ઊંચે જાવ તેટલા ભેદ ભાવ દેખાતા બંધ થાય. આત્માના દોષોથી મુક્ત થાય તે જાતવિજેતા અને જગતવિજેતા બને. - તીર્થકર જે ધર્મઆરાધનામાં આત્માનો અહોભાવ, ઉપયોગ અને પરિણામ ભળે તે આરાધના સાચી અને આત્મસાક્ષીની આરાધના છે. અલ્પ અને નબળા સત્ત્વવાળાને આરાધનામાં પરસાક્ષીની જરૂર છે.
૨૬૩