________________
ઉત્તમ ભૂમિકા = વડીલ સાધુનો વિનય કરે. મધ્યમ ભૂમિકા = વડીલ સાધુની સેવા ન લે. જઘન્ય ભૂમિકા = વડીલ સાધુની આશાતના ન કરે. પહેલાં આરાધનાની Quantity વધારવી. પછી આરાધનાની Quality સુધારવી. જે આરાધનાનું લક્ષ પરમાત્માને ખુશ કરવાનું હોય, આત્માને સુધારવાનું - તારવાનું હોય તે આરાધના સાચી. સંયમીએ વેશ પ્રમાણે વલણ અને પ્રવૃત્તિ અનુસાર વૃત્તિ ઊભી કરવી. • ઢંઢણ મુનિ સાધુવેશ અને પરસાક્ષી આ બે અલ્પસત્ત્વશાળી એવા પાપભીરૂ જીવની ધર્મમાં રક્ષા કરે છે - સ્થિરતા કરે છે. માત્ર સારી પ્રવૃત્તિથી સારા બની નથી જવાતું. મનોવૃત્તિ પણ સારી બનવી જોઈએ. . જે શિષ્ય પોતાને અજ્ઞાની તરીકે સ્વીકારે, તેનામાં ગુરુ પાસે ભણવાની યોગ્યતા છે. સમય, સ્થળ, પ્રવૃત્તિ, ઉપકરણ, સહવર્તી વ્યક્તિ-પાંચેય સારા હોય પણ પરિણામ અશુભ હોય તો અનુબંધ પાપના જ છે. • ભવદેવ મુનિ સાધુ માટે આપબડાઈ તાલપુટ ઝેર છે. ગુરુ સાથે સંબંધ જોડવાથી મોક્ષ નથી. ગુરુતત્ત્વ સાથે જોડાવાથી મોક્ષ છે. - રડતા સિંહ અણગાર નબળા વિચારો છોડવા માટે સ્તવન, પદો, સક્ઝાય, સ્તુતિ, થોય વગેરે પણ ઉપકારી અને ઉપયોગી છે. કોઈ વ્યક્તિ આપણી હાજરી નોધે નહિ એવું સાધુનું ગંભીર જીવન હોય.
• •
૨૬૪,