________________
તર્કથી તત્ત્વનિર્ણય કરવો વિદ્વાનને શોભે. સ્વાનુભૂતિથી તત્ત્વનિર્ણય કરવો સંયમીને શોભે. પ્રબળ વૈરાગ્ય અને નિર્મળ ભાવનાથી બળવાન અશુભ વિચાર આવે જ નહિ. વિવેક દષ્ટિ, જ્વલંત વૈરાગ્ય, ઉત્કટ મુમુક્ષા, જરૂરી ચિત્તશુદ્ધિ, સત્યાગ્રાહીપણું (સત્યાગ્રહીપણું નહિ), તટસ્થતા, દીર્ઘ દૃષ્ટિ હોય તો શાસ્ત્રના મર્મ મળે. પરલોક, પરમપદનો માર્ગ તે બુદ્ધિ માટે અગમ્ય છે. બુદ્ધિ ચાર સંજ્ઞા અને ત્રણ ગારવથી મલિન થયેલી હોય તો જ મોક્ષમાર્ગથી વિરોધી વિકલ્પો મનમાં ઉભા થાય. ગુરુનો ઉપદેશ સગુણને જોડે, સંજ્ઞાને તોડે અને ગારવને શોષે. - નયસાર જે જીવને (૧) પરલોક દેખાતો નથી. (૨) પરલોકનું સુખ આપનાર માર્ગ દેખાતો નથી. (૩) પરલોકમાં દુઃખ આવે તેવી મતિ ગમે છે. તે જીવની મતિ સ્વચ્છંદી છે. ગુરુના વિયોગમાં પણ તેમની ઈચ્છા-સૂચના-માર્ગદર્શન પ્રમાણે આરાધના કરવી તે જ ગુરુ પ્રત્યે સાચો સમર્પણભાવ છે. સરળ હોય તેની પાસે વિવેક ન હોય તે હજુ બને. પણ વિનય તો અવશ્ય હોય. ગુરુ પાસે બુદ્ધિ ગૌણ કરવી અને વ્યવહારમાં માર્ગસ્થ બુદ્ધિનો સંપૂર્ણ ઉપયોગ કરવો એ વિકાસનો શ્રેષ્ઠ માર્ગ છે. - વજસ્વામી ગુરુનો ઠપકો ખટકે છે તેટલી સ્વભૂલ ખટકતી નથી. તેથી સમ્યફ આત્મજ્ઞાન થતું નથી. અભિમાન = શક્તિ વિના પણ અક્કડતા. મદ = શક્તિ અને આવડતના જોરે કૂદવું. બહુમાન હોય તો વિનય સહજ પ્રગટ થાય.
H૨૬૫F