________________
પણ વિનયથી બહુમાન આવે જ એવું ચોક્કસ નથી. છતાં બહુમાન ઊભું કરવા વિનય જ રાજમાર્ગ છે. પતનનો ક્રમ : દોષસેવન – દોષબચાવ અભિમાન – ઠપકાનો ડર ) ગુર્વાજ્ઞા અપાલન > સમુદાય બહાર ) લોકમાં બદનામી 2 આરાધકભાવનો નાશ. ગુરુનો ઠપકો મોહનીય કર્મને તોડે છે. આરાધના ગૌણ છે. આરાધભાવ મુખ્ય છે. આપણો આરાધકભાવ પોષાય તેમ આરાધના કરવી. અભિમાન આદિ વિરાધકભાવ પોષાય તેવી આરાધના ન કરાય. શાસ્ત્રવચનનો ઉપયોગ પોતાના દોષોને સુધારવા કરે તે જીવ હળુકર્મી. જેનાથી આપણા રાગ-દ્વેષ-મોહ ઘસાય તે મોક્ષમાર્ગ, શાસ્ત્રો ઘણા છે, વિદ્યા ઘણી છે, કાળ થોડો છે, શક્તિ થોડી છે, વિનો ઘણા છે. તેથી જે સારભૂત હોય તે શક્તિ છુપાવ્યા વિના પોતાને લાગુ પડે તે રીતે સ્વીકારવું. જાત સુધારવા આપણને લાગુ પડતા શાસ્ત્રવચન શોધીએ તો આપણી યોગ્યતા ખીલે. ભૂલ પકડાવી એ ગુનો નથી. પણ ભૂલ કરવી અને ભૂલ છપાવવી એ જ ગુનો છે. - રુકમી સાધ્વી. જીવ પોતાના દોષ કબૂલે નહિ તેવું બને. પરંતુ જાગૃત હોય, મોહના નશામાં ન હોય તો પોતાના દોષથી અજ્ઞાત હોય તેવું તો કદાપિ ન બને. આચાર પાળવાથી આચાર પાળવાની શક્તિ વધે છે અને આચાર ન પાળતાં તેની શક્તિ નાશ પામતી જાય છે. દીક્ષા શાસનના પ્રચાર માટે નહિ પણ શાસનના પરિણમન માટે છે.
૨૬૬