________________
આ બે વિચારો નિશ્ચય સો
ગયો.
પુણ્યોદયમાં ઉદાસીનતા કેળવીએ, પાપોદયમાં પ્રસન્નતા કેળવીએ તો મુક્તિ નજીક. જાગૃત રહીએ તો યોગ્યતા ખીલે. ગફલતમાં | મોહમાં પડીએ તો યોગ્યતા જાય. (૧) આપણને મળેલી વસ્તુ કર્મસત્તાએ “Lease' પર આપી છે અને (૨) દેવ-ગુરુની કૃપાએ બધું હેમખેમ પાર પડે છે. આ બે વિચાર અભિમાનથી બચાવવા સમર્થ છે. - શ્રીપાળ વ્યવહાર સમજ્યો. નિશ્ચય સાંભળ્યો. સ્વજીવનમાં મોક્ષમાર્ગ તો સાવ રહી ગયો. પોતાના દોષ પોતાને ખટકે તે સમકિતની ભૂમિકા. - શ્રેણિક “હું શાસનના અનુશાસનમાં આવતો જાઉં” - આવા પરિણામથી હૃદયમાં શાસન ઉગે-જીવે- જીવંત બને. બાહ્ય જગતમાં પુરૂષાર્થ વધુ હોવાનું કારણ લક્ષ ઊંચું છે. આંતરિક જગતમાં પુરૂષાર્થ ઓછો હોવાનું કારણ લક્ષ નીચું છે. ધન્ના અણગારની ખાવાની Quality સાદી, ભાવ ઊંચા. આપણી ખાવાની Quality ઊંચી, અને ભાવ સાવ નીચા હોય તે કેમ ચાલે ? અભવ્યને વસ્યતરાયનો ક્ષયોપશમ, ભોગાંતરાયનો ઉદય, સ્વર્ગની ઝંખના, ચારિત્રમાં સ્વર્ગના સાધન તરીકેની બુદ્ધિઆ ચાર હોવાથી નિરતિચાર ચારિત્ર પાળે. લક્ષ ઊંચુ હોય તો વર્તમાન આરાધનાનું અભિમાન ન થાય અને આરાધનામાં આગળ વધવાનો ઉત્સાહ વધતો રહે. બધી અનુકૂળતા વચ્ચે આપણે આરાધનાના ભાવોને ઊંચકી શકતા નથી. હજારો પ્રતિકૂળતા વચ્ચે મહાપુરુષો પોતાના ભાવને ઉંચકયા વિના રહેલા નથી. સારા નિમિત્ત મળે એવું પુણ્ય કદાચ ન હોય તો સારા
•
૨૬૭