________________
શાસ્ત્રીય આલંબનો પોતાની માનસિક દુનિયામાં ઊભા કરીએ તો ય જીવન ઊંચું બને. આરાધનાનો ભાવ ઓસરે નહિ અને સતત ચડે તે માટે આલંબનો ઊંચા રાખવા અને સમજણને પ્રામાણિક બનાવવી. સદ્ગતિ મળવી સહેલી, સદ્ગતિના કારણો મળવા અઘરા. દુર્ગતિ છૂટવી સહેલી, દુર્ગતિના કારણો છૂટવા અઘરા. - ગોશાળો સગુણકેન્દ્રિત જીવને સાધના સહેલી. - કામદેવ. સુખકેન્દ્રિત જીવને વિરાધના સહેલી. કણિક જીવની નબળી કડી - આસપાસના નબળા જીવને આદર્શ બનાવે છે. દૂરના ઊંચા સંયમી કે શાસ્ત્રોના વિશિષ્ટ સત્ત્વશાળી જીવોને આદર્શરૂપ બનાવતો નથી. જડની મમતાથી જગતના મનમાં સદા વસ્યા. આત્માની મમતા નહિ કરવાથી કદિ જગતપતિના મનમાં વસ્યા નહિ. નેપોલિયનનું જીવન વિચારો. કષાયના નિષેધ અને ઈન્દ્રિયના નિયંત્રણ વિના સાધુતા ન
હોય.
શ્રીમંતની આજ્ઞાનું ઉલ્લંઘન ધનની દરિદ્રતા આપે. સદ્ગુરુની આજ્ઞાનું ઉલ્લંઘન ગુણની દરિદ્રતા આપે. માળીની કાપકૂપ જંગલને બગીચો બનાવે. ગુરુની કાપકૂપ આત્માને પરમાત્મા બનાવે. ક્ષાયોપથમિક ભાવથી આરંભેલી આરાધના ક્ષાયિક ભાવમાં પરિણમે તે ઉત્તમ ભૂમિકા. • જંબૂસ્વામી ઔદયિક ભાવથી આરંભેલી આરાધના ક્ષાયોપથમિક ભાવમાં પહોંચે તે મધ્યમ ભૂમિકા. • મેતાર્યમુનિનો પૂર્વભવ ક્ષાયોપથમિક ભાવથી પ્રારંભેલી આરાધના ઔદયિક ભાવમાં પટકાય તે અધમ ભૂમિકા. - બ્રહ્મદત્તચક્રી પૂર્વભવ
-૨૬૮}