________________
ઔદયિક ભાવથી આરંભેલી આરાધના ઔદયિક ભાવમાં જ અટવાય તે અધમાધમ ભૂમિકા. • વિરો સાળવી કેવળજ્ઞાની આપણને સતત જુએ છે' - આ વિચારધારા
પાપમુક્ત અને ગુણયુક્ત બનાવે. - કુકડો ન મરનાર વિદ્યાર્થી નારદ • ગુરુના અભિપ્રાયની આરાધના ન થાય તો કદાચ ચાલે.
ગુરુના વચનની વિરાધના તો કયારેય થવી ન જોઈએ. - સિંહગુફાવાસી મુનિ આસક્તિથી પુણ્યોદયનો ભોગવટો દુર્ગતિ આપે. - સુભૂમચકી આસક્તિ વિના પુણ્યોદયનો ભોગવટો જીવને સત્ત્વહીન બનાવે. - શ્રેણિક-કૃષ્ણ પુણ્યોદયનો સદુપયોગ જીવને સદ્ગતિ આપે. . પેથડશા પુણ્યોદયનો પરિત્યાગ પરમગતિ આપે. ચક્રવર્તી શાંતિનાથ ભગવાન સહવર્તી સાથે adjust થવું. સાધનામાં involve થવું. સાધ્યમાં Attach રહેવું. સાધના જેટલી ગુપ્ત તેટલી વધારે મજબૂત. નિશ્ચય (કેવળજ્ઞાન)ના લક્ષ્ય સાથે વ્યવહારથી પ્રવૃત્તિ (સ્વાધ્યાય)માં મસ્ત રહેવું. વિષયકષાયના નિગ્રહની તક મળે તેને ઓળખવાની દૃષ્ટિ જોઈએ. એ તકને ઝડપી લેવાનો ઉત્સાહ જોઈએ. એ તકને ઝડપ્યા પછી મનની પ્રસન્નતા વધારવાનો પ્રયત્ન જોઈએ. તો મોક્ષમાર્ગે જીવ આગળ વધી શકે. વિવેકહીન તપના કલંકો : (૧) ક્રોધ આવે, (૨) સ્વાધ્યાય ઘટે, (૩) ઊંઘ વધે, (૪) માન આકાંક્ષા વધે, (૫) ખાવાની આસક્તિ વધે, (૬) સેવાની અપેક્ષા વધે. આવો તપ પ્રાયઃ લાંઘણ બને. જડની આસક્તિ તોડવા :- આપણા કાપ સાથે વડીલ
૨૬૯