________________
•
ગ્લાન/બાલમુનિનો કાપ કાઢીએ. ગોચરી લાવતાં આચાર્યાદિની પણ ગોચરી લાવવી. ગોચરી વાપરતા પહેલાં ઉત્તમદ્રવ્યોનો લાભ મળે તે માટે વડીલાદિને વિનંતી કરવી. દેખાદેખીથી આરાધના શરૂ થાય પણ દોષ તોડવા માટે વિવેકપૂર્વક અંતરંગ પ્રબળ પુરુષાર્થ જોઈએ.
આપણે જેમ જેમ શાસનના તેજને હણીએ તેમ તેમ ભવાંતરમાં
જૈન શાસન, સદ્ગુરુ, કલ્યાણમિત્ર, ધાર્મિક માતાપિતા, સંયમ, સમજણ અને શારીરિક સત્ત્વ- આ બધાના ચીકણાં અંતરાય બંધાય.
ગુરુમાં (૧) શિષ્યને ઘડવાની કળા જોઈએ. (૨) પોતાનું વચન શિષ્ય સ્વીકારે એવું પુણ્ય જોઈએ. (૩) પોતાને મોક્ષમાર્ગનો બોધ જોઈએ. તો ગુરુ દ્વારા શિષ્યનું કલ્યાણ થાય. કોલસાને પંપાળવાનું નહિ પણ કોલસાનો ઉપયોગ કરવાનું વલણ હોય તો રસોઈ થાય. શરીરને પંપાળવાનું નહિ પણ શરીરનો કસ કાઢવાનું વલણ હોય તો આત્મકલ્યાણ થાય. જ્ઞાનપ્રાપ્તિના છ ઉપાય. (૧) જ્ઞાનીની ભક્તિ, (૨) ભણનારા પ્રત્યે સહાયક ભાવ, (૩) વિદ્યાગુરુનો વિનય, (૪) નવું ભણવાની લગની. (૫) પુનરાવર્તનમાં અપ્રમત્તતા, (૬) આગમ પ્રત્યે અહોભાવ.
કાચી કેરીને પકવવા માટે થોડા દિવસ પાંદડામાં ઢાંકવી પડે. કાચા ઘડાને પકવવા માટે નિભાડામાં રહેવું પડે. સ્વાનુભવશૂન્ય મુનિએ પરિપકવ થવા લોકસંપર્ક વગર થોડાં વર્ષો વ્યક્તિગત જ્ઞાન-ધ્યાનમાં ખોવાઈ જવું પડે.
સંયમની નિષ્ફળતાના લક્ષણો (૧) ઝઘડાનો સ્વભાવ, (૨) અસભ્ય ભાષા, (૩) બળતણીયો સ્વભાવ, (૪) આક્ષેપબાજી, (૫) નિરર્થક વાદ-વિવાદ-ચર્ચાની ટેવ (૬) શાસનહીલનાકારી પ્રવૃત્તિ. ઉપદેશમાળા ગા.-૧૩૧
૨૩૦