________________
સંયમીના
રોમેરોમમાં
• લેખકના ઉદ્ગાર .
નદી નૈસર્ગિક રીતે સતત વહેતી રહે છે, પરોપકાર થતો રહે છે. સૂરજ સ્વાભાવિક રીતે પ્રતિદિન ઉગે છે, વિશ્વોપકાર થઈ જાય છે. પુષ્પ પ્રાકૃતિક રીતે રોજ ખીલે છે, વાતાવરણ સુવાસિત બની જાય છે. વાદળા સહજતાથી વરસે છે, લોકોપકાર અનાયાસે થઈ જાય છે. મોરનો કેકારવ, કોયલનો ટહુકો, બાળકનું નિર્દોષ હાસ્ય, માતાનું વહાલ... આ બધું સહજ-સ્વભાવિક રીતે થાય છે અને બીજાને નિર્વ્યાજ આનંદ આપી જાય છે. કર્તૃત્વભાવને છોડી સહજતાથી પોતાના સ્વરૂપમાં નિર્દોષ રીતે જે ખીલે છે તેના દ્વારા થતો પરોપકાર સહજ છતાં અણમોલ હોય છે.
આ હકીકત હૃદયાંકિત હોવાથી કર્તુત્વભાવ છોડીને આત્મભૂમિનું ખનન થતાં જે વિચારરત્નો પ્રગટ થયા તે માત્ર કર્તવ્યપાલન રૂપે શિષ્યોને વાચના, સંયમીને પત્ર-હિતશિક્ષા વગેરે સ્વરૂપે અપાતા ગયા. તે વાચના-પત્રો વગેરેનું જેટલું શાબ્દિક સંકલન સહજ રીતે થયું તેના પરિણામ સ્વરૂપે ‘સંયમીના રોમેરોમમાં' પુસ્તિકા પ્રગટ થઈ રહી છે.
૨૭૧