________________
પ્રસ્તુત પ્રકાશન પૂજ્ય સાધુ-સાધ્વીજી ભગવંતો તથા આત્માર્થી મુમુક્ષુઓને ઉપકારી નીવડશે તો કાંઈક સંઘસેવાનો તથા તેના દ્વારા આંશિક ઋણમુક્તિ મળવાનો અપાર આનંદ થશે. આ પૂર્વે પ્રકાશિત થયેલ “સંયમીના કાનમાં” તથા “સંયમીના દિલમાં પુસ્તિકા માટે અનેક પૂજ્ય સાધુ-સાધ્વીજી ભગવંતોના મળેલા સુંદર પ્રતિભાવ બદલ તે તમામ પૂજ્યોનો હું આભારી છું.
તરણતારણહાર શ્રી જિનાજ્ઞા વિરુદ્ધ કાંઈ લખાયું હોય તો ત્રિવિધ ત્રિવિધ મિચ્છામિ દુક્કડમ્. જેઠ સુદ-૧૩, વિ.સં.૨૦૫૫, અમદાવાદ ગુરુપાદપદ્મરણ (સંયમજીવનના ૧૭મા વર્ષના પ્રવેશ દિને) મુનિ યશોવિજય
(લખી રાખો ડાયરીમાં...)
(૧) દોષિત ગોચરીથી તપનું તેજ ઘટે, (૨) પ્રમાદથી સંયમજીવનનું તેજ ઘટે, (૩) બહુ બોલવાથી વચનનું તેજ ઘટે, (૪) બહુ ઊંઘવાથી જ્ઞાનનું તેજ ઘટે, (૫) સ્વાર્થવૃત્તિથી સમ્યગુ દર્શનનું તેજ ઘટે, (૬) પર નિંદાથી આપણા સદ્ગણનું તેજ ઘટે, (૭) સ્વપ્રશંસાથી આત્માનું તેજ ઘટે.
૨૭૨