________________
બે આધારસ્તંભને ઓળખીએ
સંયમજીવનની સફળતાના મુખ્ય બે આધારસ્તંભ છે. સૌપ્રથમ આધારસ્તંભ એ છે કે દરેક તારક યોગને નૈશ્ચયિક દૃષ્ટિથી પકડવાની કળા. જે આશયથી જે યોગને આરાધવાની જિનાજ્ઞા છે તે આશયથી તે યોગની આરાધના કરીએ તો નૈૠયિક દૃષ્ટિથી તારક યોગ પકડાય. (૧) આહારસંજ્ઞા તોડવાના આશયથી તપ કરીએ;
(૨) નિંદારસ છોડવાના અને ગુણરુચિ ઊભી કરવાના અભિપ્રાયથી ગુણાનુવાદ કરીએ;
(૩) પુદ્ગલરમણતા હટાવવાની ઈચ્છાથી ત્યાગમાર્ગે આગળ વધીએ;
(૪) નિજસ્વરૂપનો આસ્વાદ માણવાની ભાવનાથી સ્વાધ્યાયને અપનાવીએ;
(૫) સંયમી પ્રત્યે અહોભાવને જીવંત બનાવવાના ઈરાદાથી વૈયાવચ્ચમાં આગેકૂચ કરીએ;
(€)
નમ્રતા કેળવવાના ઉદેશથી વિનય કરીએ;
(૭) પાપભીરુતા આત્મસાત્ કરવાના દૃષ્ટિકોણથી આલોચના, પ્રાયશ્ચિત્ત કરીએ;
(૮) દેહાધ્યાસ તોડવાની તમન્નાથી કાયોત્સર્ગ-વિહાર-લોચભિક્ષાટન-કાયક્લેશ વગેરેમાં ઝૂકાવીએ;
(૯) શ્રીસંઘ વગેરેના ઋણમાંથી મુક્તિ મેળવવાની ભાવનાથી તથા જીવો પ્રત્યેની કરુણાબુદ્ધિથી અધિકાર મુજબ વ્યાખ્યાનવાચના-પાઠ આદિમાં પ્રવર્તીએ;
(૧૦) તીર્થંકર પરમાત્મા પ્રત્યેના માત્ર કૃતજ્ઞભાવથી-ભક્તિભાવથી પ્રેરાઈને સ્તુતિ-સ્તવન-સ્તોત્ર વગેરે બોલીએ;
(૧૧) જીવો પ્રત્યે કોમળ પરિણતિ આત્મસાત્ કરવાના અભિગમથી પડિલેહણ, ઈરિયાવહી વગેરે કરીએ;
૨૭૩