________________
(૧૨) આત્મા અને પરમાત્માનો અભેદ સાધવાના તાત્પર્યથી જપ
ધ્યાન વગેરેમાં ઊંડા ઉતરીએ; (૧૩) દેહ અને આત્માનું ભેદવિજ્ઞાન જીવંત બનાવવાના નિમિત્તે
રોગાદિ પરિષહ તથા ઉપસર્ગને વધાવીએ; (૧૪) અનાત્મભાવોથી દૂર રહેવાના લક્ષ્યથી મૌન, સ્થિરતા વગેરે
રાખીએ; (૧૫) કેવળ બોધિબીજ વાવણીને જ અનુલક્ષીને શાસનપ્રભાવના
કરીએ; (૧૬) નિતાંત કરુણાબુદ્ધિથી જ યોગ્યને દીક્ષા આપીએ; (૧૭) આત્મદર્શન કરવાના પ્રયોજનથી જ પરમાત્મદર્શન-વંદન
આદિ કરીએ; (૧૮) વિજાતીયના રૂપના આકર્ષણથી છૂટવાની તત્પરતાથી પ્રભુની
આંગીને નિહાળીએ કે જિનબિંબ ઉપર ત્રાટક કરીએ; (૧૯) ગુરુ વગેરે પ્રત્યેના બહુમાન-અહોભાવને ઉજ્જવળ
બનાવવાના ભાવથી ગુરુ વગેરેને વંદન કરીએ; (૨૦) વિશુદ્ધ ઉપશમભાવને પ્રગટાવવાની કામનાથી ક્ષમાયાચના
કરીએ; (૨૧) ગુરુદેવ પ્રત્યેના સમર્પણભાવને હૃદયમાં પ્રતિક્તિ કરવાના
જ એકમાત્ર પવિત્ર પ્રેમલ કોડથી તમામ ગુજ્ઞાને પાળીએ તો સમજવું કે તપ વગેરે યોગોને આપણે નિશ્ચય દષ્ટિથી
ગ્રહણ કર્યા છે. ટુંકમાં, દરેક તારક યોગને એકમેવ આત્મકલ્યાણના ઉદ્દેશથી, ભવનિસ્તારની તીવ્ર તમન્નાથી, નિરપાધિક આત્મસ્વરૂપમાં લયલીન બનવાની ઝંખનાથી જ આદરીએ તો નિશ્ચય દૃષ્ટિથી, પારમાર્થિક દૃષ્ટિથી યોગસાધના કરી કહેવાય. આવી જ કોઈક ઉત્તમ ભૂમિકાએ પહોંચવાથી (૧) ઈરિયાવહી કરતાં કરતાં અઈમુત્તા મુનિને કેવલજ્ઞાન મળ્યું. (૨) પૂજા કરતાં કરતાં નાગકેતુએ કૈવલ્યલક્ષ્મી પ્રાપ્ત કરી.
૨૭૪