________________
(૩) પડિલેહણ કરતાં કરતાં વલ્કલચિરીએ ક્ષપકશ્રેણી માંડી. (૪) એકાસણું કરતાં કરતાં કૂરગડુમુનિ પંચમ જ્ઞાનને પામ્યા. (૫) વૈયાવચ્ચ દ્વારા પુષ્પચૂલા સાધ્વીજીએ ક્ષાયિક જ્ઞાન પ્રગટ
કર્યું.
ક્ષમાયાચના કરતાં કરતાં મૃગાવતી સાધ્વીજી અપ્રતિપાતી જ્ઞાનને વર્યા. ચંડ દ્રાચાર્ય ગુરુના આક્રોશ સહન કરતાં કરતાં શિષ્યને
વીતરાગદશા સામેથી મળી. (૮) પંચમ સમિતિનું પાલન કરતાં કરતાં ઢઢણમુનિ પંચમ જ્ઞાનને
પ્રગટાવી ગયા. (૯) સાધુદર્શન કરતાં કરતાં ઈલાયચીકુમારે કૈવલ્યબોધિ મેળવી.
આવા તો ઢગલાબંધ દૃષ્ટાંતો શાસ્ત્રમાં મળે છે કે નાનકડા યોગની આરાધના ઉપરોક્ત લક્ષ્યથી કરતાં કરતાં અનંતા જીવોએ મુક્તિને પ્રાપ્ત કરેલી છે.
મતલબ એ થયો કે નાની નાની આરાધનાને પણ તત્ત્વદષ્ટિથી - નિશ્ચયદષ્ટિથી અપનાવીએ તો મોક્ષમાર્ગે ઝડપથી પૂરપાટ આગળ વધી શકાય. બાકી મોટી મોટી સાધના કરવા છતાં તેના નિમિત્તે મોક્ષમાર્ગે એક ડગલુંય આગળ વધી ન શકાય. કંડરિકમુનિ, ગોશાળો, નિત્સવો, પાખંડીઓ, બાલ તપસ્વીઓ, ઉગ્ર તપસ્વી કુટ-ઉત્કટ મુનિ, કુલવાલકમુનિ, વિનયરત્ન સાધુ તાપસ કમઠ, વૈશ્યાયન તાપસ, શિવભૂતિ બોટિક, સૌભરી ઋષિ, અગ્નિશર્મા વગેરે આના ઉદાહરણો છે.
આપણું મહામૂલ્યવાન સંયમજીવન, ઉગ્ર તપશ્ચર્યાઓ વગેરે નિષ્ફળ ન બને એ માટે તમામ આરાધનામાં નિશ્ચય દૃષ્ટિને કેળવ્યા સિવાય છૂટકો નથી. આવી અમૂલ્ય દુર્લભ પારમાર્થિક દૃષ્ટિ કેળવાય એ માટે આપણે આપણી જાતને રોજ પ્રશ્નો પૂછવા જોઈએ કે (૧) શા માટે મેં દીક્ષા લીધી છે ?
૨૭૫