________________
(૭)
(૨) જે પ્રયોજનથી મેં દીક્ષા લીધી છે એનાથી હું દૂર તો જતો
નથી ને ? (૩) મારી વર્તમાન જીવનપદ્ધતિથી હું જે મેળવવા માગું છું તે
મળશે કે કેમ ? (૪) અનંતા ઓઘા લેવા છતાં જેની ગેરહાજરીના લીધે તે તમામ
ઓઘા નિષ્ફળ ગયા તે તત્ત્વને મેં મેળવ્યું છે કે નહિ ? (૫) અત્યારે હું જે પ્રકારની આરાધના કરું છું તે શું મેં પૂર્વે
કયારેય નહિ કરી હોય ? મારી વર્તમાન આરાધના લોકલાજથી, ગતાનુગતિક વૃત્તિથી, ભયથી, અનુપયોગથી, એકાગ્રતા વિના, અહોભાવ વગર, બેદરકારીથી, માત્ર સંયમજીવન પૂરું કરવાના ઈરાદાથી કે સમય પસાર કરવાના આશયથી તો થતી નથી ને ? પ્રતિક્ષણ મારામાં અપૂર્વ તારક તત્ત્વ પ્રગટી રહ્યું છે'- એવી મને અનુભૂતિ થાય છે કે નહિ ? એકાંત-મૌન-સ્થિરાસન-જપ-સ્વાધ્યાય વગેરેમાં કંટાળો તો નથી આવતો ને ? વાહ-વાહ મેળવવાનો કે ચારે બાજુ છવાઈ જવાનો કે પ્રસિદ્ધિ મેળવવાનો ઉદેશ મારા તપ, ત્યાગ, સ્વાધ્યાય, વૈયાવચ્ચ, વિનય, વ્યાખ્યાન, ઉગ્ર નિર્દોષ સંયમચર્યા વગેરે
તારક યોગમાં ભળતો તો નથી ને ? (૧૦) સંયમીની ઈર્ષ્યા, નિંદા, ચાડીચૂગલી, કાનભંભેરણી વગેરે
તેજાબી મારક પ્રવૃત્તિનો હું શિકાર તો બનતો નથી ને ? (૧૧) સંયમપર્યાય વધે તેમ તેમ (A) ગુરુબહુમાન ઘટતું નથી
ને ? (B) બિનઅધિકૃત પ્રવૃત્તિ કરતો નથી ને? (C) બીજા ઉપર અધિકારવૃત્તિ જમાવતો નથી ને ? (D) સેવા લેવામાં ગલગલીયાં તો નથી થતાં ને? (E) અપેક્ષાઓ વધતી નથી ને ? (F) શ્રાવક-શ્રાવિકા જોડે તોછડાઈભર્યો વ્યવહાર કરતો
૨૭૬