________________
નથી ને ? (G) રસગારવ-ઋદ્ધિગારવ-શાતાગારવ ગમતા નથી ને ? (H) પત્રિકા વગેરેમાં મારા નામ લખાવવા, ફોટા મૂકાવવા વગેરેની આકાંક્ષાઓ ઊભી નથી થતી ને?
આવા અનેક પ્રશ્નોની વણથંભી વણઝારથી આપણે આપણી જાતને ખખડાવીએ નહિ તો નિશ્ચયદષ્ટિ ખીલે-ખુલે તેવી કોઈ શક્યતા રહેતી નથી. તથા ઉપરોક્ત પાવન પારમાર્થિક દૃષ્ટિના ઉઘાડ વિના આત્મવિકાસના પગથિયા ઉપર આરૂઢ થઈને આગળ વધી શકાય એ ત્રણ કાળમાં શક્ય નથી.
હવે સંયમજીવનની સફળતાના બીજા મહત્ત્વના આધારસ્તંભની વિચારણા કરીએ. એનું નામ છે સત્ત્વનું ઊર્ધીકરણ. ચતુર્વિધ સંઘની હાજરીમાં સ્વીકારેલ સંયમજીવન, મહાવ્રતો, પ્રતિજ્ઞા-અભિગ્રહો વગેરેને પ્રાણના ભોગે પણ ખંડિત ન થવા દેવાનું પ્રચંડ સત્ત્વ કેળવીએ તો જ હઠીલા કર્મો હટે. જે સત્ત્વને ઊંચકી શકે તે જ દેહાધ્યાસ તોડી શકે, સ્વકલ્યાણ અને વિશ્વકલ્યાણ સાધી શકે. સત્ત્વ હોય તો જ પ્રતિકૂળતામાં પ્રસન્નતા ટકી શકે.
ગજસુકુમાલ મુનિ, અંધકસૂરિના ઘાણીમાં પીલાતા ૫૦૦ શિષ્યો, ભાલામાં વિધાતા અર્ણિકાપુત્ર આચાર્ય, મેતારજમુનિ, દઢપ્રહારી સાધુ મુનિ અર્જુનમાળી, છ માસના ઉપવાસી તપસ્વી યમુન રાજર્ષિ, હસતા હસતા ચામડી ઉતરાવનાર ખંધક મુનિ, દેવના ઉપસર્ગમાં ય અચલ એવા કામદેવ શ્રાવક, ઋષભદેવ ભગવાનના વંશજ પેલા આખી રાત કાઉસગ્ગ કરનારા ચંદ્રાવતંસક રાજા, કડવી તુંબડી વાપરનાર ધર્મરુચિ અણગાર વગેરે કેવલજ્ઞાનને કે સ્વર્ગને મેળવી શક્યા તેમાં મુખ્ય ફાળો પ્રચંડ સત્ત્વનો જ હતો. ચિલાતિપુત્ર, સનકુમાર ચક્રવર્તી, અવંતિસુકમાલ વગેરેએ આત્મકલ્યાણને સાધ્યું તેમાં ઉગ્ર સત્ત્વ મહત્ત્વનું પરિબળ બની ગયેલ હતું. સત્ત્વને ઊંચકવાથી જ અતિસુકોમળ કાયાવાળા શાલિભદ્ર કઠોર સાધનાના શિખરે આરૂઢ થઈ શક્યા હતા.
– ૨૭૭