________________
- (૧) “કમે શૂરા તે ધમ્મ શૂરા, (૨) યા હોમ કરીને પડો, ફતેહ છે આગે', (૩) “ડગલું ભર્યું તે ભર્યું, ના હટવું ના હટવું', (૪) “ઘેટાની જેમ ૧૦૦ વર્ષ જીવવા કરતાં સિંહની જેમ ૧ દિવસનું જીવન જીવવું વધુ સારું', (૫) “સત્વે સર્વ પ્રતિષ્ઠિત', (૬) “સાહસે સિદ્ધિઃ વસતિ', (૭) “સર્વે નષ્ટ વુિં ન નષ્ટનું ? (૮) “જનની જણજે ભક્તજન, કાં દાતા કાં શૂર', (૯) “સિંહની જેમ નીકળી સિંહની જેમ દીક્ષા પાળવી', (૧૦) “નાદરવન્ત પુરુi નાવન્તિ સિદ્ધિ', (૧૧) દલુર મહાપણાં” ઈત્યાદિ વચનો પણ સત્ત્વની જ મહત્તા દર્શાવે છે. સત્ત્વ હોય તો જ પ્રાણના ભોગે ગુરુરક્ષા, સંઘરક્ષા, તીર્થરક્ષા વગેરે કાર્યો થઈ શકે. સુનક્ષત્રમુનિ, સર્વાનુભૂતિ સાધુ, સગરચક્રીના પુત્રો, રામલાલ બારોટ (અજયપાળકાલીન), શત્રુંજયમાં સિંહનો ઉપદ્રવ ટાળનાર વિક્રમકમાર વગેરે આના જવલંત ઉદાહરણો છે.
“માર મારવા છતાં લોકો એ કપડાનો શત્રુ નથી, તપાવવા છતાં અગ્નિ સુવર્ણનો શત્રુ નથી, ઘા લગાવવા છતાં હથોડો લોખંડનો દુશ્મન નથી, ચીરવા છતાં સર્જન દર્દીનો વિરોધી નથી, ટાંકણા મારવા છતાં શિલ્પી આરસનો અહિતકારી નથી, પ્રસૂતિની વેદના આપવા છતાં ખાનદાન પુત્ર માતાનો શત્રુ નથી પરંતુ હિતકારી જ છે તેમ કષ્ટ આપવા છતાં રોગ આદિ પરિષહો કે ઉપસર્ગ કરનાર માણસ એ મારો શત્રુ નથી પણ હિતકારી જ છે”- આ સમીકરણને જીવનમાં ઉતારવા માટે પ્રચંડ સત્ત્વ કેળવ્યા વિના બીજો કોઈ વિકલ્પ જ ક્યાં છે?
સત્ત્વશાળી ન હોય તે (૧) નાની નાની પ્રતિકૂળતામાં અતિચાર લગાડે, (૨) નિયમમાં ગોલમાલ-ઘાલમેલ કરે, (૩) “સાધુએ નિત્ય અભિગ્રહ ગ્રહણ કરવા' - આવી જિનાજ્ઞાથી ડરે, (૪) અભિગ્રહ ક્યારે પૂરો થાય ? તેની પ્રતીક્ષા કરે, (૫) પ્રતિજ્ઞાપાલનમાં ઉત્સાહ ન રાખે, (૬) જાહેરમાં લીધેલા મહાવ્રતો-મોટા નિયમો પરાણેલોકલાજથી પાળે, (૭) પ્રતિકૂળતામાં કંટાળે, (૮) સ્વભાવ બળતણીયો
૨૭૮